જૂનાગઢના મહાશિવરાત્રી મેળા બાદ તંત્ર દ્વારા ભવનાથમાં મહા સફાઈ અભિયાન સંપન્ન કરાયું

ગિરનાર દરવાજા થી તળેટી સુધી ૬ રૂટમાં ૨૬૦ ટન કચરો એકત્ર કરાયો : ૬૨૫ કિલો જંતુ નાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો. દામોદર કુંડ ખાતે પણ અવિરત સફાઈ કાર્ય કરાયું.

જૂનાગઢના મહાશિવરાત્રી મેળા બાદ તંત્ર દ્વારા ભવનાથમાં મહા સફાઈ અભિયાન સંપન્ન કરાયું

જૂનાગઢ તા.૨૦

જૂનાગઢના ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં 20 થી 25 લાખ ભાવિકો સહભાગી થયા હતા. લોકોની ભારે ભીડ તેમજ સંસ્થાકીય વિવિધ ચીજ વસ્તુઓના વપરાશને લીધે ગંદકી ના થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહાનગરપાલિકા અને યાત્રાધામ બોર્ડ ના સંકલનથી સફાઈનું મહા અભિયાન મેળાના પ્રથમ દિવસથી જ શરૂ કરવામાં આવ્યું હતું. મેળો પૂર્ણ થયા બાદ ભાવિકો  રવાના થતા ખાલી થયેલા ભવનાથ વિસ્તારમાં જુદા જુદા ઝોન પાડીને મોટા પાયે સફાઈ કાર્ય સંપન્ન કરવામાં આવ્યું છે જેને કારણે આજે ભવનાથ ચોખ્ખું થઈ ગયું છે. ભવનાથ વિસ્તારમાંથી પ્લાસ્ટિકનો પણ નિકાલ કરાયો છે.

કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શન અને મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારના સંકલનમાં મહાનગરપાલિકાની ટીમે સફળતાપૂર્વક સફાઈ કાર્ય કર્યું છે જેનું અધિકારીઓએ પણ નિરીક્ષણ કર્યું હતું. રાઉન્ડ ધ કલોક સફાઈ વ્યવસ્થા કરવામાં આવી હતી.૬૨૫ કિલો જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ૧૭૫ સફાઈ કામદારો અને ૧૩ સેનેટરી ઇન્સ્પેક્ટરની સેવા લેવામાં આવી હતી. દામોદર કુંડ ખાતે નિયમીત સફાઈ ની કામગીરી તથા કચરો ઉપડાવવામાં આવેલ છે.

ભવનાથ વિસ્તારમાં આવેલ તમામ ઉતારા, અન્નક્ષેત્રો,જગ્યાઓ,રહેણાકો, વીગેરે માંથી નીયમીત ડોર ટુ ડોર કચરાનું કલેકશન કરવામાં આવેલ છે.૨૦ મોબાઈલ ભવનાથ વિસ્તાર તથા પાર્કીગોમાં ખુલ્લામાં શૌચક્રિયા નીયંત્રણ માટે ટોઈલેટવાન, ૮ જાહેર શૌચાલય,૨-પેએન્ડ યુઝ અને સમાજ વાડી ધાર્મીક જગ્યાના ૨૫રર શૌચાલયો કાર્યરત કરાયા હતા અને રાઉન્ડ ધ કલોક સફાઈ ની વ્યવસ્થા કરાઈ હતી.

ભવનાથ વિસ્તારમાં જાહેરમાં ગંદકી કરનાર આશામીઓ પાસેથી હાલ સુધી રૂા.૧૦૪૫૦ નો ન્યુસન્સ ચાર્જ વસુલ કરવામાં આવેલ છે. કચરો એકત્ર કરવા માંટે લારી ગલ્લા, દુકાન, અન્નક્ષેત્ર, ઉતારાઓમાં હિલદારી NGO ના સહયોગ થી ૫૫૦ બેગ આપવામાં આવેલ છે. NGO ''અર્હમ ગ્રુપ,જુનાગઢ' ના સહયોગ થી ૫૦૦૦૦ કાપડની થેલી આપવામાં આવેલ હતી.કચરો જયાં ત્યા ન ઉડે તે હેતુ કચરો એકત્ર કરવા ૧૦૦ નંગ ૨૦૦ લીટરના બેરેલ મુકવામાં આવેલ હતા

ડોર ટુ ડોર કલેકશન અને ટ્રાન્સપર્ટ માટે૧૬ પીકઅપ વાનટ્રાન્સપોર્ટેશન માટે 6 ટ્રેકટર, 1 ડમ્પર, 1 લોર્ડર,2 જે.સી.બી., 3 સકશનર મશીન, 20 મોબાઈલ ટોઈલેટ તથા પ્રવાસન વિભાગ દ્વારા બનાવવામાં આવેલ ૧૪ એમ કુલ ૩૪ મોબાઇલ ટોયલેટ રાખવાંમાં આવ્યાં હતા.

સોનાપુર પાસેની પ્રતિબંધીત પ્લાસ્ટીક ચેકીંગ માટેની ચેક પોસ્ટ પર રાઉન્ડ ધ કલોક ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું.ચેકીંગ દરમ્યાન પાણી તથા ઠંડા પીણાની પ્લાસ્ટીકની પ્રબંધીત ૧૧૫ કીલો બોટલ કબ્જે કરવામા આવી હતી.