નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે બહાઉદીન કોલેજ ખાતે મહિલા સ્વરોજગાર મેળો યોજાયો

નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે બહાઉદીન કોલેજ ખાતે મહિલા સ્વરોજગાર મેળો યોજાયો

જૂનાગઢ તા. ૬
બહાઉદ્દીન વિનયન સરકારી કોલેજ, જૂનાગઢ ખાતે તા. ૦૪/૦૮/૨૦૨૬ ના રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ., જિલ્લા રોજગાર વિનિમય કચેરી તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે “નારી વંદન ઉત્સવ” અંતર્ગત "મહિલા સ્વાવલંબન દિવસ" નિમિત્તે મહિલા સ્વરોજગાર મેળો યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમોનો હેતુ મહિલા સશક્તિકરણ, રોજગારની તકો ઉપલબ્ધ કરાવવી તથા સ્વરોજગાર અંગે માર્ગદર્શન પૂરું પાડવાનો છે.
આ કાર્યક્રમમાં વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ અને સંસ્થાઓએ ભાગ લીધો હતો. ઉપસ્થિત ઉમેદવારોને તેમની શૈક્ષણિક લાયકાત અને કૌશલ્યને અનુરૂપ રોજગારની તકો અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ સ્થળ પર જ પ્રાથમિક ઇન્ટરવ્યૂ અને નોંધણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
બહાઉદ્દીન વિનયન સરકારી કોલેજના અંદાજે ૧૨૦ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રોજગારની તકો, જરૂરી લાયકાત, કારકિર્દી વિકાસ તથા સ્વરોજગાર સંબંધિત ઉપયોગી માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. કાર્યક્રમના પરિણામે અનેક વિદ્યાર્થીઓને રોજગાર અને કારકિર્દી અંગે યોગ્ય દિશા અને પ્રેરણા મળી.
આ સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. જે આર વાંઝા સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.