નિતા અંબાણી, અનંત અંબાણી આજથી ભેસાણના પાટવડ સ્થિત રિલાયન્સ ગેસ્ટહાઉસમાં ૩ દિવસ રોકાશે
(ડેસ્ક) જુનાગઢ, તા. ૭ :
દેશના અગ્રણી ઔદ્યોગિક જૂથ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી તથા તેના પુત્ર રિલાયન્સ ન્યુએનર્જીના ચેરમેન અનંત અંબાણી ભેંસાણ પાસેના પાટવડ ખાતે આવી રહ્યા છે.આધારભૂત સુત્રોમાંથી મળતી વિગતો મુજબ તેઓ ત્રણ દિવસ રિલાયન્સ ગેસ્ટહાઉસ પાટવડ ખાતે
રોકાણ કરશે. તેઓ આજે બપોરે હેલીકોપ્ટર મારફત પાટવડ હેલી પેડ ભેંસાણ ખાતે ઉતરાણ કરશે બાદમાં સીધા જ રિલાયન્સ ગેસ્ટ હાઉસ ખાતે પહોંચશે અને ૯ નવેમ્બર સુધી રોકાણ કરનાર છે.
આ બન્ને ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતા હોય તેમની સલામતી માટે સુરક્ષા બંદોબસ્તની ગોઠવણી જુનાગઢ એસ.પી. સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ભેંસાણના નવનિયુકત પી.આઇ. આર.પી. વણઝારા દ્વારા કરવામાં આવી છે.
નીતા અંબાણી અનંત અંબાણીના જન્મદિવસના રોકાણ દરમ્યાન શુ શું કાર્યક્રમ છે તે અંગે ચોક્કસ માહિતી પ્રાપ્ત થઇ નથી પણ પોલીસ તંત્ર એ સુરક્ષા સહિતના મુદ્દે કવાયત શરૂ કરી દીધી છે.


