ઈન્દોરમાં આજે સવારે બનેલી કરૂણ ઘટના શોર્ટ સર્કીટ થતાં ૩ માળનું મકાન આગમાં લપેટાઈ ગયું : ઉદ્યોગપતિ સહિત ૮ના મોત

ઈન્દોરમાં આજે સવારે બનેલી કરૂણ ઘટના શોર્ટ સર્કીટ થતાં ૩ માળનું મકાન આગમાં લપેટાઈ ગયું : ઉદ્યોગપતિ સહિત ૮ના મોત

(એજન્સી)            ઇન્દોર તા.૧૮
ઈન્દોરના બંગાળી ચોક પાસે આવેલી ગ્રેટર બ્રિજેશ્વરી કોલોનીમાં આજે વહેલી સવારે અંદાજે ૪ વાગ્યે એક ભીષણ દુર્ઘટના સર્જાઈ હતી. અહીં ઉદ્યોગપતિ મનોજ પુગલિયાના ઘરે એક ઇલેક્ટ્રિક કાર (EV) ચાજિંર્ગમાં મૂકવામાં આવી હતી, ત્યારે તેમાં શોર્ટ સકિર્ટ થવાને કારણે આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આ આગે ત્રણ માળના મકાનને પોતાની લપેટમાં લઈ લીધું હતું. આ ભયાનક દુર્ઘટનામાં મનોજ પુગલિયા સહિત ૮ લોકોના બળી જવાથી મોત થયા છે, જ્યારે ૪ લોકો ગંભીર રીતે ઘાયલ છે. પોલીસના જણાવ્યા મુજબ, કારમાં લાગેલી આગ ખૂબ જ ઝડપથી આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી અને ઘરમાં રાખવામાં આવેલા ગેસ સિલિન્ડરો સુધી પહોંચી ગઈ હતી. થોડી જ વારમાં એક પછી એક સિલિન્ડરો ફાટવા લાગ્યા, જેના ધડાકાથી આખો વિસ્તાર ધ્રૂજી ઉઠયો હતો. ધડાકો એટલો જોરદાર હતો કે મકાનનો એક હિસ્સો ધરાશાયી થઈ ગયો હતો. અંદર સૂઈ રહેલા લોકોને બહાર નીકળવાની તક પણ મળી શકી નહોતી.