બર્લિનમાં રાહુલ ગાંધીએ ભાજપ-મોદી સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા
‘‘દેશનું લોકતંત્ર ખતરામાં : ED- CBIનો બેફામ દુરૂપયોગ’’
(એજન્સી)બર્લિન,તા.૨૩:
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા, છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ દેશની સંસ્થાવકીય રચના પર કબજાે કરી રહી છે અને આ લોકશાહી વ્યાવસ્થા પર હુમલો છે. જર્મનીના બર્લિનમાં હર્ટી સ્કૂલમાં એક સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે કેન્દ્રા સરકાર તપાસ એજન્સીેઓનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આપણી સંસ્થોકીય રચના સંપૂર્ણપણે કબજે કરી લેવામાં આવી છે. ગુપ્તચર એજન્સીેઓ, ED અને CBI નો ઉપયોગ હવે ભાજપના વિરોધીઓને નિશાન બનાવવા માટે થઈ રહ્યો છે. આ એજન્સીઓનો ભાજપ સામે કોઈ કેસ નથી. જાે તમે કોંગ્રેસને ટેકો આપો છો, તો તમને ધમકી આપવામાં આવે છે.
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યોક કે ભાજપે રાજકીય સત્તા મેળવવા માટે દેશની સંસ્થાઆઓનો ઉપયોગ હથિયાર તરીકે કર્યો છે. રાહુલ ગાંધીએ એવો પણ દાવો કર્યો હતો કે તેઓ વર્તમાન સરકાર સામે પ્રતિકારની એક એવી વ્યવસ્થા બનાવશે જે સંસ્થાોઓ પર ભાજપની પકડને પડકારશે. રાહુલ ગાંધીએ ભાજપ પર બંધારણ અને સમાનતાના વિચારનો નાશ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપ બંધારણને નાબૂદ કરવાનો અને રાજ્યોર, ભાષાઓ અને ધર્મો વચ્ચે સમાનતા નાબૂદ કરવાનો પ્રસ્તાવ મૂકી રહી છે. અમે આ વિચારધારા સામે લડી રહ્યા છીએ. ઇન્ડિયા એલાયન્સમાં પક્ષો વચ્ચેચની દુશ્માનાવટનો ઉલ્લેેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું, અમે એક છીએ. અમે આરએસએસની વિચારધારાની વિરુદ્ધ છીએ, જાેકે વ્યૂરહાત્મ્ક સ્પોર્ધાઓ ચાલુ રહેશે. તેમણે એમ પણ કહ્યું કે દેશને મજબૂત નેતા કરતાં પરસ્પ ર સંવાદની જરૂર છે, કારણ કે ભારત એક વૈવિધ્યધસભર દેશ છે.


