ઉના પોલીસે વાડી વિસ્તારમાં ચાલતું હાઈ પ્રોફાઈલ જુગાર ધામ પકડી પાડયું

ઉના પોલીસે વાડી વિસ્તારમાં ચાલતું હાઈ પ્રોફાઈલ જુગાર ધામ પકડી પાડયું

(પ્રતિનિધિ દ્વારા)        ઉના, તા.૪
ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક જયદીપ સિંહ જાડેજાની સૂચનાથી ઊનાના પોલીસ ઇન્સ્પેકટર કે.આઇ. જાડેજા અને સર્વેલેન્સ સ્ક્વોડના પી.એસ.આઇ.કે.એન. મૂછાળ એ.એસ.આઇ. હરેશભાઈ લખમણભાઇ ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વિક્રમસિંહ, હરપાલસિંહ મહાવીર વગેરે સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે ઊનાથી એલમપુર જતા હાઈવે રોડ એલમપૂર ગામ જતા રોડ કાઠે આવેલ અનિલ નાનજીભાઈ ડાભી રે. ઉનાની કબ્જા ભોગવટા વાળા ખેતરમાં આવેલ ઓરડીમાં લોકોને બહારથી બોલાવી અનિલ નાનજીભાઈ ડાભી જુગાર રમાડતો હોય રેડ કરતા અનિલ નાનજીભાઈ ડાભી રે. ઉના, સચિન દિલીપભાઈ ડાભી, પ્રિન્સ સુરેશભાઈ બાંભણિયા રે. ઊના વાળાને તીન પત્તીનો જુગાર રમતા રોકડા રૂપિયા ૬૨૭૦૦/ મોબાઈલ ફોન નંગ ૨ રૂપિયા ૪૦૦૦૦/ મળી કુલ રૂપિયા ૧,૦૨,૭૦૦/ના મુદામાલ સાથે પકડી ઊના પોલીસ સ્ટેશન ખાતે લાવી જુગાર ધારા નો ગુનો દાખલ કર્યો હતો. હાઈ પ્રોફાઈલ જુગાર પકડાતા આગેવાનો ના ફોન ઊના પોલીસ અધિકારી ને આવવા શરૂ થઈ ગયા હતા પરંતુ પોલીસ અધિકારીઓ એ ગુનો દાખલ કર્યો હતો.