પોરબંદરમાં એસ.ઓ.જી.નો સપાટો: ૧૧ ગ્રામ હાઈબ્રીડ ગાંજા સાથે ત્રણ શખ્સ ઝડપાયા
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૩૦
પોરબંદર શહેરમાં નશીલા પદાર્થો સામે કડક કાર્યવાહી કરતા એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. "પુષ્પક" ભવ્ય ટાવર સામે, રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાંથી કલ્પ મનીષભાઈ હોદર, મન મનીષભાઈ હોદર, દેવ ભરતભાઈ મોતીવરસને ગેરકાયદેસર રીતે ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, આરોપી ઓ પાસેથી કુલ ૧૧ ગ્રામ હાઈ બ્રીડ ગાંજો, જેની અંદાજિત કિંમત રૂપિયા ૩૩,૦૦૦ થાય છે, તથા ત્રણ મોબાઈલ મળી કુલ રૂા. ૨,૨૩,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.


