ઉનામાં ગીર સોમનાથ પોલીસનું મેગા કોમ્બીંગ : ગુનેગારોમાં ફફડાટ ફેલાયો

પ્રોહીબીશનનાં ૧૧ કેસ, રૂા. ૪પ૦૪૧નો મુદામાલ જપ્ત કરાયો

ઉનામાં ગીર સોમનાથ પોલીસનું મેગા કોમ્બીંગ : ગુનેગારોમાં ફફડાટ ફેલાયો

ગીર સોમનાથ તા. ૪
ગીર સોમનાથ પોલીસ દ્વારા ઉનામાં મેગા કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને કડક કાર્યવાહી કરવામાં આવતાં ગુનાખોર તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર ગીર સોમનાથ પોલીસે એક મેગા કોમ્બીંગ હાથ ધર્યુ હતું. ઉના ટાઉન વિસ્તારમાં પોલીસની અલગ અલગ ટીમો દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પ્રોહીબીશનનાં કુલ ૧૧ કેસ નોંધાયા હતાં. જયારે પ્રોહીબીશનનાં ગુનામાં રૂા.૪પ૦૪૧નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત હથિયારધારા ભંગ બદલ ૧૦ કેસમાં કાર્યવાહી કરવામાં આવી હતી. જયારે વાહન ચેકીંગમાં એમવી એકટ હેઠળ ૬ વાહનોને ડીટેઈન કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત એમવી એકટનાં રપ, એમસી કેસમાં સ્થળ પર રૂા.૧૦૧૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ગીર સોમનાથ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કુલ ર૧ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતાં. ઉના પોલીસ, એલસીબી, એસઓજીની સંયુકત કાર્યવાહીને પગલે અસામાજીક પ્રવૃતિ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.