ભારત-નેપાળ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા
પીએમ નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન બાલેન શાહ વચ્ચે આશરે ૨ અબજ ડોલરની આર્થિક મદદ, આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે નવા હવાઈ માર્ગો અને નેપાળમાં ભારતીય કંપનીઓના રોકાણ જેવા મુદ્દાઓ ઉપર વાર્તાલાપ
નવી દિલ્હી તા.૨૩
દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં નેપાળના વડાપ્રધાન બાલેન શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત શરૂ થઈ છે. બંને નેતાઓ ભારત અને નેપાળના સંબંધોને મજબૂત બનાવવા અને પરસ્પર સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે.
નેપાળના વડાપ્રધાન બાલેન શાહની ભારત મુલાકાતના બીજા દિવસે દિલ્હીમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા બાદ બાલેન શાહને ભેટીને આવકાર્યા હતા. આ દરમ્યાન રેડ કાર્પેટ પાથરવામાં આવી અને તેમને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું હતું.
સવારે નેપાળના PM બાલેન શાહ દિલ્હીના રાજઘાટ પહોંચ્યા હતા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ ઉપરાંત બંને નેતાઓ મળીને ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યા અને નેપાળમાં દેવી સીતાના જન્મસ્થળ જનકપુરધામ વચ્ચે દોડનારી નવી ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. આ ટ્રેન દ્વારા બંને તીર્થસ્થળો વચ્ચેની મુસાફરી લગભગ ૧૯ કલાકમાં પૂર્ણ થશે.
બાલેન શાહની આ મુલાકાત દરમ્યાન નેપાળ માટે આશરે બે અબજ ડોલરની આર્થિક મદદ, આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે નવા હવાઈ માર્ગો અને નેપાળમાં ભારતીય કંપનીઓના રોકાણ જેવા મુદ્દાઓ મહત્વપૂર્ણ રહેશે.
આથી ઉત્તર પ્રદેશના અયોધ્યા કેન્ટ અને નેપાળના જનકપુરધામ વચ્ચે સીધી રેલ કનેક્ટિવિટી શરુ થશે. સાથે જ ધામિર્ક પર્યટન, સરહદ પારની મુસાફરી અને બંને વિસ્તારોના વેપારને પણ પ્રોત્સાહન મળવાની આશા છે.
આ ઉપરાંત બંને નેતાઓ મળીને ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યા અને નેપાળમાં દેવી સીતાના જન્મસ્થળ જનકપુરધામ વચ્ચે દોડનારી નવી ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. આ ટ્રેન દ્વારા બંને તીર્થસ્થળો વચ્ચેની મુસાફરી લગભગ ૧૯ કલાકમાં પૂર્ણ થશે.
બાલેન શાહે સોમવારે દિલ્હીમાં વડાપ્રધાન મોદીને પશુપતિનાથ મંદિરનો પ્રસાદ અર્પણ કર્યો હતો. તેમણે એક કલાત્મક લાકડાના ડબ્બામાં રુદ્રાક્ષ, શાલિગ્રામ અને ચંદન ભેટ આપ્યાં. વડાપ્રધાન સચિવાલય મુજબ, આ બાલેન શાહ તરફથી મોદી માટેની ખાનગી ભેટ હતી.


