શેરબજારની માઠી : છેલ્લા ર૦ દિવસમાં રોકાણકારોના રૂા.૩૭ લાખ કરોડ સ્વાહા

શેરબજારની માઠી : છેલ્લા ર૦ દિવસમાં રોકાણકારોના રૂા.૩૭ લાખ કરોડ સ્વાહા

(એજન્સી)      નવી દિલ્હી તા.૨૦:
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસર હવે ભારતીય શેરબજાર પર સંપૂર્ણપણે દેખાય રહી છે. વધતા તણાવ અને ક્રૂડ ઓઈલના ઊંચા ભાવને કારણે ભારે વેચવાલી થઈ છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં રોકાણકારોને નોંધપાત્ર નુકસાન થયું છે, અને બજારમાં અનિશ્ચિતતા વધુ ઘેરી બની છે.
૨૭ ફેબ્રુઆરીથી ૧૯ માર્ચ સુધીમાં, સેન્સેક્સ લગભગ ૭,૦૮૦ પોઈન્ટ ઘટીને ૮૧,૨૮૭ થી ૭૪,૨૦૭ થયો. નિફટી પણ લગભગ ૨,૧૭૬ પોઈન્ટ ઘટ્યો. આ સમયગાળા દરમિયાન, રોકાણકારોનો વિશ્વાસ નબળો પડ્યો છે, અને બજારમાં ગભરાટ સ્પષ્ટપણે દેખાય છે. પશ્ચિમ એશિયા કટોકટી શરૂ થયા પછી રોકાણકારોની સંપત્તિને મોટો ફટકો પડ્યો છે. કુલ આશરે રૂા.૩૭ લાખ કરોડનું નુકસાન થયું છે. ગુરુવારે જ આશરે રૂા.૧૨.૮૭ લાખ કરોડનું નુકસાન થયું છે. આ ઘટાડાને છેલ્લા બે વર્ષમાં એક દિવસમાં થયેલા સૌથી મોટા નુકસાનમાંનો એક માનવામાં આવે છે.