અમદાવાદમાં ઈડીનો સપાટો : ૧૧૦ કિલો ચાંદી, ૩૯ કિલો દાગીના, ૧.ર૯ કિલો સોનુ જપ્ત કર્યું

અમદાવાદમાં ઈડીનો સપાટો : ૧૧૦ કિલો ચાંદી, ૩૯ કિલો દાગીના, ૧.ર૯ કિલો સોનુ જપ્ત કર્યું

(એજન્સી)       અમદાવાદ, તા.૨
શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી કેસમાં ઈડીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ખેરાલુ પોલીસે નોંધેલી ફરિયાદના 
આધારે તપાસ કરતા ઈડ્ઢએ રૂપિયા ૨.૪ કરોડની કિંમતનો ૧૧૦ કિલો રૂપિયા ૧.૭ કરોડનો ૧.૨૯૬ કિલો  સોનું,૩૯ કિલો ચાંદીના દાગીના, ૧૦ લાખની વિદેશી કરન્સી સહિત ૩૮ લાખ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે.
ખેરાલુ પોલીસે નોંધેલી ફરિયાદના આધારે તપાસ કરતા કરોડોની મિલકતો મળી આવી હતી. શેરબજારમાં મોટા નફાના વચનો આપીને સામાન્ય રોકાણકારોને કરોડો રૂપિયાની છેતરપિંડી કરનારી ગેંગ સામે ઈડ્ઢએ મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ ઝોનલ ઓફિસે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (ઁસ્ન્છ), ૨૦૦૨ હેઠળ કાર્યવાહી કરતા, નોંધપાત્ર પ્રમાણમાં સોનું, ચાંદી, રોકડ અને વિદેશી ચલણ જપ્ત કર્યું.