પ્રાચી(તીર્થ) ખાતે શનિવારે સમસ્ત કોળી સમાજનો ૧૭મો સમૂહ લગ્નોત્સવ યોજાશે : ૫૪ નવદંપત્તિઓ પ્રભુતામાં પગલાં માંડશે
(પ્રતિનિધિ દ્વારા)
પ્રાચી(તીર્થ) તા.૪
પ્રાચી (તીર્થ)ખાતે શ્રી, સમસ્ત કોળી સમાજનો ૧૭ મો સમૂહ લગ્નોત્સવ યોજાશે આ સમૂહ લગ્નોત્સવ સવંત ૨૦૮૨ના મહાવદ ૬ને તારીખ ૭/૨/૨૬ને શનિવારના શ્રી કોળી સમાજ સમુહલગ્ન સમિતિ પ્રાચી લગ્નસ્થળ (પાણી કોઠા રોડ ક્રિકેટ ગ્રાઉન્ડ પિખોર) ખાતે યોજાશે, દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી કોળી સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા સમુહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ સમૂહ લગ્નમાં શુભપ્રસંગની સોનેરી ઘડિયોમાં જાન આગમન સવારે ૬ કલાકે તથા ચુંદડી અને છાબ વિધિ સવારે ૭ કલાકે તથા હસ્ત મેળાપ સવારે ૯ કલાકે અને ભોજન સમારંભ ૧૨ કલાક તથા આર્શિવચન અને કન્યા વિદાય બપોરે ૩ કલાકે મુજબ રહેશે. શુભ મહોત્સવનો ઉદેશ સમાજની એકતા અને પ્રેમ ભાવના વધે સમાજમાં સાદગી તથા કરકસર જેવા ઉમદા હેતુ સિદ્ધ કરવા અને સમાજમાં પ્રવર્તતા કુરિવાજોને તિલાંજલિ આપી શિક્ષણને પ્રાધાન્ય આપવા તથા બિનજરૂરી ખર્ચ થી બચવાનો છે. આ સમૂહ લગ્ન ઉત્સવમાં સમૂહ લગ્ન સમિતિ તરફથી દીકરીઓને કરિયાવરમાં કબાટ, સેટી પલંગ, ટીપોઈ, પાટલા, ત્રાંબાનો ત્રાસ, સ્ટીલ બેડું, ઓશીકા-૨, બાજોઠ, ખુરશી -૨, રામણ દિવડો અને સમાજના દાતાઓ દ્વારા જીવન જરૂરી ૪૦ જેટલી વસ્તુ તથા લગ્નવિધિ ની તમામ સામગ્રી સમિતિ દ્વારા આપવામાં આવશે. નવદંપતીને આશીર્વાદ આપવા માટે સંતોમાં ઉપવાસી મહંત કરસનદાસ બાપુ પાધેશ્વરી આશ્રમ મટાણા, આઈ શ્રી લાભુમાં-મોગલ ધામ પ્રાસલી તથા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, માંગરોળના ધારાસભ્ય ભગવાનભાઈ કરગઠિયા, ઉનાના ધારાસભ્ય કે.સી.રાઠોડ, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, પૂર્વ ધારાસભ્યોમાં પુંજાભાઈ વંશ ઉના, બાબુભાઈ વાજા માંગરોળ, જેઠાભાઈ જોરા તાલાળા, પ્રાચી કોળી સમાજ ટ્રસ્ટના પ્રમુખ મેરામણભાઈ વાજા, જિલ્લા પંચાયતના સદસ્યો તથા તાલુકા પંચાયતના સદસ્યો તથા સરપંચશ્રીઓ, અને કોળી સમાજના આગેવાનો, સામાજિક અને શૈક્ષણિક, તજજ્ઞો, અગ્રણીઓ હાજરી આપશે આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે શ્રી, સમસ્ત કોળી સમાજ સમુહલગ્ન સમિતિ પ્રાચીના કાર્યકર્તા, યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.


