જૂનાગઢના જોષીપુરા તેમજ ખામધ્રોલ વિસ્તારની અનેક સોસાયટીઓને "અશાંત ક્ષેત્ર" જાહેર કરાઈ
જૂનાગઢના જોશીપુરા અને ખામધ્રોલ વિસ્તારની અનેક સોસાયટીને સરકાર દ્વારા ગુજરાત સ્થાવર મિલકતના ટ્રાન્સફર પર પ્રતિબંધ અને ભાડૂતોને અવ્યવસ્થિત વિસ્તારોમાં રહેઠાણમાંથી બહાર કાઢવાથી બચાવવા માટેની જોગવાઈ અધિનિયમ, ૧૯૯૧ હેઠળ 'અશાંત ક્ષેત્ર' જાહેર કરવામાં આવી છે, જેમાં જોશીપુરા વિસ્તારની સર્વોદય સોસાયટી, આદિત્યનગર, નંદનવન સોસાયટી, અમ્રુતકલા સોસાયટી, ભગીરથ ડુપ્લેક્ષ, તેમજ ખામધ્રોલ વિસ્તારની હેમવન સોસાયટી, રાજમોતી સોસાયટી, પ્રેરણાધામ 1 અને 2, કલાપીનગર, પુનમપાર્ક, સુદર્શનપાર્ક, શ્યામલ પાર્ક, ક્રિષ્ના પાર્ક, દ્વારકેશ નગર, ગોકુલધામ સોસાયટી, અર્જુનપાર્ક સોસાયટી, ખોડિયાર નગર અને રિવરવિલા સોસાયટીનો સમાવેશ થાય છે.
જાહેર કરાયેલ "અશાંત ક્ષેત્ર" નો સમય ગાળો 17/02/2031 સુધીનો રહેશે આ 5 વર્ષના સમય ગાળા દરમ્યાન કોઈપણ મિલ્કતની તબદીલી માટે હવેથી ' સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, જૂનાગઢની પૂર્વાનુમતી લેવી ફરજીયાત રહેશે. પૂર્વાનુમતી વગર કરેલ કાર્ય કાયદેસર ગુનોનો ભંગ ગણાશે.


