ગુજરાત રાજ્ય રાયફલ એસોસીએશન દ્વારા કર્ણાવતી 62મી રાજ્ય કક્ષા શૂટિંગ સ્પર્ધામાં જૂનાગઢના ખેલાડીએ રજત ચંદ્રક મેળવ્યો
જૂનાગઢ તા.11
તાજેતરમાં કર્ણાવતી ખાતે ખાનપુર રાઈફલ ક્લબમાં 62મી રાજ્ય કક્ષા શુટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં જીલ્લા કક્ષાએ ઉતીર્ણ થયેલ નામાંકીત સ્પર્ધકો એ ભાગ લીધેલ હતો જેમાં રાજશાખા રાયફલ ક્લબ જૂનાગઢના 9 સ્પર્ધકોએ 10 મીટર એર રાયફલ, 10 મીટર પિસ્તોલ , 50 મીટર ફાયર આર્મ્સ પીપ સાઈટ તથા ઑપન સાઈટ રાયફલ અને ફાયર આર્મ્સ પિસ્તોલ ઈવેન્ટમાં ભાગ લીધેલ જેમાં રુદ્રસિંહ ગુણવંતસિંહ ગોહિલએ રજત ચંદ્રક મેળવીને જૂનાગઢ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. હવે આગામી ઝોનલ અને પ્રી નેશનલ સ્પર્ધા માટે લક્ષ્ય વેધી સ્પર્ધકો ભારે મહેનત સાથે અભ્યાસ કરી રહેલ છે. જૂનાગઢને ગૌરવ અપાવનાર સ્પર્ધકોને અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે.


