મણીપુરમાં હિંસા ભડકી : ૩૦થી વધુ ઘરોને આગ ચાંપી દેવાઈ

મણીપુરમાં હિંસા ભડકી : ૩૦થી વધુ ઘરોને આગ ચાંપી દેવાઈ

કાંગપોકપી તા.૨:
મણિપુરમાં પરિસ્થિતિમાં સુધારો થવાના કોઈ સંકેત દેખાતા નથી. કાંગપોકપી જિલ્લામાં ફરી હિસા ભડકી છે. વહેલી સવારે ત્રણ નાગા ગામોને નિશાન બનાવ્યા. આ સમય દરમિયાન, હુમલાખોરોએ ૩૦ થી વધુ ઘરોને આગ લગાવી દીધી, અને ગોળીબારથી એક ગ્રામીણ ઘાયલ થયો. હિસાથી વિસ્તારમાં તણાવ વધ્યો છે, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે.
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF), તેના કોબ્રા યુનિટ અને મણિપુર પોલીસના વધારાના કર્મચારીઓને વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા હતા.