જૂનાગઢની ડો. સુભાષ મહિલા કોલેજમાં ‘પ્રતિભા શોધ ૨૦૨૬‘ કાર્યક્રમ યોજાયો : વિજેતા વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરાઈ

જૂનાગઢની ડો. સુભાષ મહિલા કોલેજમાં ‘પ્રતિભા શોધ ૨૦૨૬‘ કાર્યક્રમ યોજાયો : વિજેતા વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરાઈ

જૂનાગઢ, તા.૧ 
જૂનાગઢ સ્થિત ડો. સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ ખાતે વિદ્યાર્થીનીઓમાં રહેલી આંતરિક શક્તિઓ અને સર્જનાત્મકતાને બહાર લાવવાના હેતુથી ત્રિદિવસીય ‘પ્રતિભા શોધ ૨૦૨૬’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડો. બલરામ ચાવડાના માર્ગદર્શન હેઠળ  કોલેજ કેમ્પસમાં યોજાયેલા આ પ્રોગ્રામમાં  બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમનો શુભારંભ સમૂહ પ્રાર્થના અને વિદ્યાર્થીનીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. અધ્યક્ષ સ્થાનેથી આચાર્ય ડો. બલરામ ચાવડાએ જણાવ્યું હતું કે, "કોલેજ કાળ એ પ્રતિભાને ખીલવવાની ઉત્તમ તક છે, માટે દરેક વિદ્યાર્થીનીઓએ તમામ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવો જાેઈએ." કાર્યક્રમની રૂપરેખા આપતા ડો. પ્રદ્યુમ્ન ખાચરે વિદ્યાર્થીઓને મનમાંથી ભય દૂર કરી પોતાની અંદર રહેલી કળા અને કૌશલ્યને નિખારવા પ્રેરણા આપી હતી.
ત્રણ દિવસ દરમ્યાન વિવિધ કૌશલ્યવર્ધક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા સાંસ્કૃતિક અને જ્ઞાનાત્મક સ્પર્ધાઓમાં લોકગીતમાં પ્રથમ ક્રમે ડાભી શીતલ, દ્વિતીય ક્રમે મેર હિરલ જે., તૃતીય ક્રમે ઝાપડિયા ભૂમિ આર.ભજનમાં પ્રથમ ક્રમે માંકડિયા મિતલ, દ્વિતીય ક્રમે ચુમકિયા માનસી, તૃતીય ક્રમે પરમાર કોમલ સી.રંગોળીમાં પ્રથમ ક્રમે સોલંકી પાયલ ડી., દ્વિતીય ક્રમે રાબડીયા મનાલી બી., તૃતીય ક્રમે સોલંકી કપિલા ડી.નિબંધ સ્પર્ધા ("મારી નજરે આજનો યુવાન") પ્રથમ ક્રમે કોટક એકતા વાય., દ્વિતીય ક્રમે વાજા ભૂમિકા જે., તૃતીય ક્રમે ભૂતિયા મિરલ આર.વક્તૃત્વ સ્પર્ધામાં ("સોશિયલ મીડિયા: અભિવ્યક્તિની સ્વતંત્રતા કે સામાજિક જાેખમ?"): પ્રથમ ક્રમે તરખાલા સ્નેહા વી., દ્વિતીય ક્રમે  કોટક એકતા વાય., તૃતીય ક્રમે  બાલાસરા ખુશ્બુ એ. જયારે પોસ્ટર મેકિંગ પ્રથમ ક્રમે રાબડીયા મનાલી બી., દ્વિતીય ક્રમે  સોલંકી કપિલા ડી., તૃતીય ક્રમે સોલંકી પાયલ ડી.મહેંદી સ્પર્ધા પ્રથમ ક્રમે પરમાર કોમલ સી., દ્વિતીય ક્રમે  વાઢેર રક્ષા ડી., તૃતીય ક્રમે ગુજરાતી તરન્નુમ એચ.ક્વિઝ સ્પર્ધામાં  નિમાવત દેવાંશી આર., માંકડિયા મિતલ એન. અને નાઈ લક્ષ્મી પી. વિજેતા જાહેર થયા હતા.
વાનગી સ્પર્ધા (નમકીન વિભાગ)માં પ્રથમ ક્રમે આરદેશણા વેણુ કે., દ્વિતીય ક્રમે - ધંધુકિયા જલક કે., તૃતીય ક્રમે ચાવડા રેણુકા કે. અને ડાભી પૂનમ આર.વાનગી સ્પર્ધા (સ્વીટ વિભાગ)માં પ્રથમ ક્રમે મેઘનાથી આયુષી એ., દ્વિતીય ક્રમે ધંધુકિયા જલક કે., તૃતીય ક્રમે મુનશી મિશ્બા એમ.આ ઉપરાંત ડિબેટ સ્પર્ધામાં તરખાલા સ્નેહા વી., ભૂતિયા મિરલ આર., માંકડિયા મિતલ એન., બલદાણીયા જીનલ જે., ઓડેદરા પૂજા એલ. અને પટેલ આર્યા એ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમમાં કોલેજના અનુભવી અધ્યાપકગણે નિર્ણાયક તરીકે સેવા આપી હતી. કાર્યક્રમના અંતે આભારદર્શન પ્રો. ચેતનાબેન ચુડાસમાએ કર્યું હતું. સંસ્થાના સફળ આયોજન બદલ સંસ્થાના ટ્રસ્ટી જવાહરભાઈ ચાવડા તથા મિતાબેન ચાવડાએ સમગ્ર ટીમ તેમજ વિજેતા અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા.