રેલ્વે દ્વારા ગુજરાતથી બંગાળ સુધીના રૂા.૬૭પ કરોડના ત્રણ પ્રોજેકટને મંજુરી અપાઈ

રેલ્વે દ્વારા ગુજરાતથી બંગાળ સુધીના રૂા.૬૭પ કરોડના ત્રણ પ્રોજેકટને મંજુરી અપાઈ

(એજન્સી)     નવી દિલ્હી, તા.૨
ભારતીય રેલવેએ મુસાફરોની સુરક્ષા વધારવા અને ટ્રેનોના સમયસર સંચાલન માટે ૬૭૫ કરોડ રૂપિયાનાં ખર્ચે ત્રણ નવી મહત્વપૂર્ણ પરિયોજનાઓને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સ હેઠળ ઉત્તર પ્રદેશનાં મુરાદાબાદ ડિવિઝનમાં રૂા.૧૭૦ કરોડનાં ખર્ચે સ્વદેશી સુરક્ષા સિસ્ટમ 'કવચ ૪.૦' લગાવવામાં આવશે. જેનાથી ટ્રેનો વચ્ચેની ટક્કર અને અકસ્માતનો ભય ટળશે. આ ઉપરાંત બિહારના સમસ્તીપુર ડિવિઝનના ૨૧ સ્ટેશનો પર ૨૩૩ કરોડનાં ખર્ચે આધુનિક ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ બદલવામાં આવશે.