ઈરાન-અમેરીકા યુધ્ધ વધુ ભીષણ બન્યું : કુવૈત, બહેરીન, જાેર્ડન સુધી આગ પહોંચી

અમેરીકાએ ઈરાનમાં લશ્કરી મથકો પર હુમલો કર્યો : ઈરાને વળતી કાર્યવાહીમાં અમેરીકન એરબેઝને નિશાન બનાવ્યા

ઈરાન-અમેરીકા યુધ્ધ વધુ ભીષણ બન્યું : કુવૈત, બહેરીન, જાેર્ડન સુધી આગ પહોંચી

(એજન્સી)         તહેરાન તા.૦૨:
અમેરિકા-ઈરાને લગભગ એક માસ સુધી શાંતિ વાટાઘાટો માટે તખ્તો બનાવ્યા બાદ ફરી અચાનક યુદ્ધ ભડકયુ છે અને વધુ ભીષણ બની રહ્યું છે. અમેરિકાએ લગભગ પુરા ઈરાન તથા ખાસ કરીને હોર્મુઝ જળમાર્ગ આસપાસના ઈરાની અંકુશના ટાપુઓ તથા ચાબહાર પોર્ટ સહિતના બંદરોને નિશાન બનાવ્યા હતા.
તો ઈરાને પણ તેનો વળતો જવાબ આપતા કુવૈત, બહેરીન અને જોર્ડન સુધી અમેરિકી લશ્કરી મથકો પર ડ્રોન-મિસાઈલ હુમલો કર્યો હતો. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકીના સ્વરમાં કહ્યું કે હજું વધુ મોટા હુમલા બાકી છે.
તો ઈરાને વળતો જવાબ આપતા કહ્યું કે, અમેરિકાને પસ્તાવુ પડે તેવા મોટા હુમલાથી જવાબ અપાશે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે દાવો કર્યો કે હોર્મુઝ જળમાર્ગ પર વ્યાપારી જહાજો પર અને આ ક્ષેત્રમાં તૈનાત અમેરિકી સેના પર ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. તેથી તેનો જવાબ આપવામાં આવી રહ્યો છે.

આ તો કેવું યુધ્ધ ? ઈરાનમાં લગ્ન સમારોહ વાળા ઘર પર અમેરીકાએ હુમલો કરતા પાંચના મોત, પ૦ ઈજાગ્રસ્ત
અમેરિકા અને ઈરાન બંને એકબીજાના લોહી તરસ્યા બન્યા છે. સોદાના અભાવે ડોનાલ્ડ ટ્રમ્પ રોષે ભરાયા છે. આ જ કારણ છે કે તેઓ ઈરાન પર સતત બોમ્બમારો કરી રહ્યા છે. પરંતુ આ બોમ્બમારો નાગરિકોનો જીવ લઈ રહ્યા છે. અમેરિકાએ ફરીથી ઈરાન પર હુમલો કરતા લગ્ન સમારોહ દરમિયાન દક્ષિણ ઈરાનમાં એક અમેરિકન મિસાઈલ એક ઘર પર પડી હતી. ઈરાની રેડ ક્રેસેન્ટ અનુસાર, હોર્મુઝગન પ્રાંતના સિરિક કાઉન્ટીના કુહેસ્તાકમાં એક રહેણાંક મકાન પર હુમલો થયો હતો, જ્યાં લગ્નની ઉજવણી ચાલી રહી હતી. જેમાં પાંચ લોકોના મોત થયા છે અને પ૦ ઈજાગ્રસ્ત થયા છે.