વેરાવળમાં મહિલા સંચાલીત જુગાર કલબ ઝડપાઈ
૧૩ મહિલાઓ વિરૂધ્ધ જુગારધારા અંતર્ગત ગુનો દાખલ
(રાકેશ પરડવા દ્વારા)
ગીર સોમનાથ તા. ૩૧
વેરાવળમાં મહિલા સંચાલીત જુગાર કલબ ચાલતી હોવાની ચોકકસ બાતમીનાં આધારે ગીતા વિદ્યાલય નજીક શ્રીજીકૃપા નામનાં રહેણાંક મકાન પર એલસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. રાત્રીનાં ૧૧ વાગ્યાનાં સુમારે દરોડો પડયો હતો. કુંદનબેન માખેચા નામની મહિલા દ્વારા જુગાર કલબ ચલાવતી હોવાનું બહાર આવેલ હતું. આ જુગાર દરોડા દરમ્યાન ભદ્ર સમાજની મહિલાઓ જુગારની મોજ માણતા રંગે હાથ ઝડપાઈ હતી. આ દરોડાની કાર્યવાહી દરમ્યાન રાત્રીનાં પોલીસ પર રાજકીય નેતાઓનાં ટેલફોનની ઘંટડીઓ સતત રણકતી રહી હતી. દરોડા દરમ્યાન પોલીસે ૧૩ મહિલાઓ વિરૂધ્ધ જુગારધારા મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વેરાવળ શહેરમાં મહિલા સંચાલીત જુગાર કલબ ઝડપાતા ભારે ચર્ચા જાગી ઉઠી છે.


