જૂનાગઢ જીલ્લા નિવૃત વિવિધ કર્મચારી મંડળની કારોબારી સમિતીની બેઠક મળી
જૂનાગઢ, તા.ર૭
જૂનાગઢ જીલ્લા નિવૃત વિવિધ કર્મચારી મંડળની તાજેતરમાં તા.રર/૧૧/ર૦ર૬ના રોજ કારોબારી સમિતીની બેઠક બિલખા મુકામે અતુલભાઈ વ્યાસના ફાર્મ હાઉસ ખાતે યોજવામાં આવી હતી તેમાં કારોબારીના તમામ સભ્યો ઉપરાંત અર્બનટેકના મેનેજર તથા અતુલભાઈ વ્યાસ, અજયભાઈ વ્યાસ તથા એડવોકેટ ભરતભાઈ રાવલની વિશેષ ઉપસ્થિતી હતી. આ કારોબારી સમિતીની બેઠકમાં પેન્સનરોને લગતા પ્રશ્નો જેવા કે જુન માસનો ઈજાફો, ૮માં પગારપંચ તેમજ ત્યકતા, વિધવા બહેનોને પેન્શન મળવા તથા સરકારશ્રીમાં રજુઆત કરવા સંસ્થાના પ્રમુખ તથા ઉપપ્રમુખ તથા મહામંત્રી દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું. મીટીંગ બાદ સ્વરૂચી ભોજન લઈ મીટીંગનું સમાપન કરવામાં આવેલ તેમ એક યાદીમાં જણાવેલ છે.


