સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડાનું વિતરણ શરૂ કરાયું

સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડાનું વિતરણ શરૂ કરાયું

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.30
આ સંસ્થા દ્વારા છેલ્લા 27 વર્ષથી આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓ માટે ચોપડા વિતરણનું ભવ્ય આયોજન કરે છે. વર્તમાન સમયમાં શિક્ષણ અતિશય મોંઘુ થયુ છે, આવા મોંઘવારીના સમયમાં આર્થિક રીતે નબળા પરિવારો ના વિદ્યાર્થીઓ માટે સંસ્થાનો આ માત્ર નમ્ર પ્રયાસ છે. 27-5-26થી કાળવા ચોકમાં આવેલ સત્યમ સેવા યુવક મંડળના પાણીના પરબ પરથી વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા વિતરણનું ઉદઘાટન અગ્રણી ધારાશાસ્ત્રી કિરીટભાઈ સંઘવી, પ્રવિણાબેન ચોક્સી, ભાવેશભાઈ વેકરીયા, બટુક બાપુ, તેમજ દયાબેન માણેકના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ચોપડા વિતરણ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. દરરોજ સાંજે 5 થી 8 કલાકે અને સ્ટોક હશે ત્યાં સુધી વિતરણ કરવામાં આવશે. આ સેવા યજ્ઞમાં સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડિયા, શાંતાબેન બેસ, કમલેશભાઈ પંડ્યા, અલ્પેશભાઈ પરમાર, સંજીવભાઈ મહેતા, ચંપકભાઈ જેઠવા, પ્રવીણભાઈ જોશી, શરદબેન જોષી, સરોજબેન જોશી, જયાબેન પરમાર, યોગેશભાઈ ચાવડા, યોગીભાઈ વાળા, મનોજભાઈ સાવલિયા, દીપકભાઈ ભટ્ટી વગેરે આ સેવાયજ્ઞ માં ભાગ લીધો હતો.