વેરાવળ આવેલ વેર્સ્ટન રેલ્વેના જીએમ સમક્ષ કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવા મજદૂર સંઘએ માંગ કરી
વેસ્ટર્ન રેલ્વે મઝદુર સંઘએ કર્મચારીઓના પ્રશ્નોને લઈ આવેદનપત્ર પાઠવ્યું
(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ તા.19
તાજેતરમાં વેસ્ટર્ન રેલ્વેના જીએમ રામશ્રેય પાંડે સોરઠના જેતલસરથી વેરાવળ સુધીના રેલ્વે સ્ટેશનોના નિરીક્ષણ અર્થે આવ્યા હતા. તે સમયે વેરાવળ સ્ટેશન ખાતે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના પ્રતિનિધિ મંડળના સેક્રેટરી બી.એન. ડાભી, નવલસિંહ દહિયા, સચિન પરમાર, તસ્લીમ કાજી સહિતનાએ રેલ કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈ આવેદનપત્ર પાઠવી વ્હેલીતકે નિરાકરણ લાવવા માંગ કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વેરાવળ પોરબંદર અને ભાવનગરમાં ઈલેક્ટ્રીક સ્કાઉન્ટિંગ કર્મચારીઓને ટ્રેનોમાં ચલાવવા માટેના રેલવે બોર્ડના નિર્દેશનનું ઉલંઘન અટકાવવું અને પૂર્ણ રીતે તેનું અમલ કરાવવા, નોકરી ઉપર આવતા કે પરત જતા સમયે કર્મચારીઓ અકસ્માતનો ભોગ બનતા ઇજાઓ થાય તો તેને ૈર્ંંડ્ઢ આપવા માટે રેલ્વે બોર્ડની સ્પષ્ટ ગાઈડલાઇન હોવા છતાં તેનો લાભ અપાતો નથી તે મળતો થાય તે દિશામાં કાર્યવાહી કરવા, સહાયક લોકો પાયલોટને ઇઇમ્ થ્રુ નવી કેડર આવ્યા છતાં તેમની માગણી મુજબ ઇન્ટર ડિવિઝન કે ઝોન છુટ્ટા કરવા માટે લાંબા સમયથી વિચાર હેઠળ હોય તેની અમલવાલી કરાવવી, ટ્રેકમેનોને સ્પાઉસ અંતર્ગત ઇન્ટર ડિવિઝન કે ઝોન તેમજ નોર્મલ ઇન્ટર ડિવિઝન કે ઝોન માટે જેણે અરજીઓ કરેલી છે તેને છુટ્ટા કરવામાં ખાસો સમય વીતી ગયો હોય તેઓન તાત્કાલિક છૂટા કરવા, ભાવનગર ડિવિઝનની હોસ્પિટલો તેમજ અધિનસ્ત ઓફિસોમાં એર કન્ડિશનર સુવિધા આપવી, રેલવે કર્મચારીઓ માટે સોમનાથ તેમજ દીવમાં લીઝ ઉપર હોટલોમાં રૂમ કે હોલીડે હોમની વ્યવસ્થા કરવી, ભાવનગર ડિવિઝનના ભાવનગર ટમિર્ન્સ, ભાવનગર પરા, બોટાદ, વેરાવળ, પોરબંદર, જુનાગઢ, જેતલસર, ગાંધીગ્રામ, ધોળા જેવા સ્ટેશનો ઉપર કર્મચારીઓને રહેવા માટે ક્વાર્ટરોની ખૂબ મોટી અછત હોવાને કારણે તેમને બહાર રહેવા જવામાં તકલીફો પડે છે. જેથી તમામ સ્ટેશન ઉપર નવા ક્વાર્ટર બનાવવા તેમજ વેરાવળ, જુનાગઢ અને પોરબંદરમાં કોમ્યુનિટી હોલ બનાવવા માટે એક્સ્ટ્રા ફંડ ફાળવવા, ડિવિઝનમાં પોઇન્ટ્સ મેન કેટેગરીની મોટી કમીઓ છે તે પદ ભરવામાં આવે, વેરાવળ પોરબંદર ઢસા જેવા સ્ટેશન ઉપરની વાસ્તવિક વિશ્લેષણ કરી સમીક્ષા કરવામાં આવે આ ઉપરાંત ભાવનગર ડિવિઝનના ગેટમેનોની કેબીનો ગેટ લોન્ચ કે ડ્યુટી ઓફિસ ખુબ જર્જરીત હાલતોમાં અને સુવિધાવિહોણી હોવાથી તેને સંપૂર્ણ રીતે સુવિધાઓ આપવી, સ્પેશિયલ ફાટકો ઉપર ગેટમેનની નોકરી ૧૨ કલાકથી ઘટાડીને આઠ કલાક કરવી, 10% ઇન્ટેક કોટામાં ટ્રેકમેનને પસંદગી કરી તેઓને છૂટા કરવામાં આવતા નથી તે તાત્કાલિક અન્ય વિભાગો માટે છૂટા કરવા, બ્રોડગેજ વર્કશોપની પણ અનેકો સમસ્યાઓ દુર કરવા અંતમાં માંગ કરવામાં આવી હતી. આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા જીએમ પાંડે સંબંધિત અધિકારીઓને સકારાત્મક પગલાં લેવા માટે નિર્દેશ આપવાની ખાત્રી આપી હતી.


