અદાણી મુન્દ્રા એરપોર્ટનો સંપૂર્ણ સંકલિત, મલ્ટી- મોડલ લોજિસ્ટિક્સ અને બિઝનેસ હબ સ્વરૂપે આરંભ

મુન્દ્રાથી મુંબઇ-ગોવાને જાેડતી પ્રથમ ઉડાન ભરી

અદાણી મુન્દ્રા એરપોર્ટનો સંપૂર્ણ સંકલિત, મલ્ટી- મોડલ લોજિસ્ટિક્સ અને બિઝનેસ હબ સ્વરૂપે આરંભ

(પ્રતિનિધિ દ્વારા)
મુન્દ્રા, તા.24
મંગળવાર 23 જૂનથી મુંન્દ્રા એરપોર્ટથી મુંબઈ અને ગોવાને જાેડતી તેની પ્રથમ શિડ્યુલ્ડ ફ્લાઇટ સેવા શરૂ કરવાની અદાણી મુન્દ્રા એરપોર્ટ જાહેરાત કરી છે. સ્ટાર એર સાથે વ્યૂહાત્મક સહયોગમાં થયેલું આ મહત્વનું હવાઈ જાેડાણ સંપૂર્ણ સંકલિત, મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ અને બિઝનેસ હબમાં પરિવર્તિત થવા સાથે કચ્છ પ્રદેશની અભૂતપૂર્વ આર્થિક સંભાવનાઓને ખોલશે.
મંગળવારથી અત્યાધુનિક ટર્મિનલ ઉપરથી સ્ટાર એર દ્વારા આઠ નવી હવાઈ સેવાઓના આરંભ સાથે વેપાર, વાણિજ્ય, લોજિસ્ટિક્સ અને પર્યટન માટે મુસાફરીનો સમય ઘટાડતા એક એક્સપ્રેસ કોરિડોરનું નિર્માણ થશે.ભારતના સૌથી મોટા મુન્દ્રા બંદરની આર્થિક ગતિવિધીને બળ આપશે. સ્ટાર એર મારફત મુન્દ્રાને જાેડનારા અન્ય શહેરોમાં હિંડોન, સુરત, બેલાગવી, બેંગલુરૂ, કોલ્હાપુર અને નાંદેડનો સમાવેશ થાય છે.
અદાણી ગ્રુપના નિવડેલા વિકાસ મોડેલ આધારિત નિર્માણ થયેલા મુન્દ્રા એરપોર્ટની કાર્યક્ષમતા અને ભવિષ્યના વિકાસ અને  વિવિધ પ્રકારના પ્રવાસીઓ અને કાર્ગો વિમાનોનું સંચાલન કરવાની ક્ષમતા ધરાવતાો 1,900 મીટરનો વિશાળ રનવે બનાવવામાં આવ્યો છે.વિશાળ પાર્કિંગ, બહુવિધ ચેક-ઇન કાઉન્ટર્સ, આરામદાયક લાઉન્જ અને ફુલ-સર્વિસ ફૂડ કોર્ટ વ્હીલચેરની સુવિધાઓ અને સમર્પિત પેસેન્જર ડ્રોપ-ઓફ ઝોન સહિતની સવલત ધરાવતું આધુનિક ટર્મિનલ આ વિસ્તારમાં તકોની ક્ષિતિજનું અનાવરણ કરશે. આ પહેલ હેઠળ નવી મુંબઈ, મુંબઈ, અમદાવાદ, જયપુર, લખનૌ, તિરુવનંતપુરમ, મેંગલુરુ અને ગુવાહાટી મળી વિશ્વકક્ષાના આઆંતરરાષ્ટ્રીય એરપોર્ટના સંચાલનમાં અદાણી જૂથની કુશળતાનો ઉપયોગ કરશે.