કડીયાવાડ વિસ્તારમાં હથીયાર સાથે આવી ધમકી આપી - બે મહિલા સહિત ૩ સામે ફરીયાદ

કડીયાવાડ વિસ્તારમાં હથીયાર સાથે આવી ધમકી આપી - બે મહિલા સહિત ૩ સામે ફરીયાદ
AI Image

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.ર૦
જૂનાગઢના કડીયાવાડ વિસ્તારમાં હથિયાર સાથે આવી ગાળાગાળી કરી ધમકી આપ્યાની બે મહિલા સહિત ૩ સામે એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે. 
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર એ ડીવીઝન પોલીસ મથકે કડીયાવાડ વણકરવાસ વિસતારમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા ઉપાસનાબેન નયનભાઈ રાઠોડએ હર્ષદભાઈ હરેશભાઈ ભરાડીયા, નયનાબેન હર્ષદભાઈ ભરાડીયા અને લક્ષ્મીબેન પ્રદીપભાઈ ભરાડીયા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આરોપીઓએ ફરીયાદીના ઘરે ધારીયા જેવું હથીયાર લઈ આવી ફરીયાદી તથા સાહેદ સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.