આવતીકાલ તા.૨૧ અને ૨૨ ઓક્ટોબરની રાત્રીનાં સમારકામની કામગીરી સબબ મધુરમ બાયપાસ સ્થિત રેલ્વે ફાટક બંધ રહેશે

આવતીકાલ તા.૨૧ અને ૨૨ ઓક્ટોબરની રાત્રીનાં સમારકામની કામગીરી સબબ મધુરમ બાયપાસ સ્થિત રેલ્વે ફાટક બંધ રહેશે
AI Image

જૂનાગઢ તા.૨૦
જૂનાગઢ–શાપુર રેલખંડ પર ચોબારી મધુરમ બાયપાસ સ્થિત રેલવે ફાટક પર રસ્તાની સપાટીના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે.
આ કામગીરી આવતીકાલ તા.૨૧ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ રાત્રે ૧૦ વાગ્યાથી ૨૨ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ સવારે ૬ વાગ્યા સુધી નિર્ધારિત કરાઈ છે, જેના કારણે આ ફાટક પરથી તમામ પ્રકારનો માર્ગ વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે. સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. સમારકામ દરમ્યાન નાગરિકોને અસુવિધા ન થાય તે માટે રેલવે પ્રશાસન દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. વાહનચાલકો વૈકલ્પિક માર્ગ તરીકે રેલવે ફાટક નંબર ૮૩ ચોબારી ગામ ફાટકનો ઉપયોગ કરી શકે છે.
આ ઉપરાંત, નાના વાહનોના ચાલકો ઝાંઝરડા પુલનો પણ ઉપયોગ કરી શકશે. રેલવે તંત્ર દ્વારા જાહેર જનતા અને વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ નિર્ધારિત સમયગાળા દરમ્યાન આ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે અને ટ્રાફિક નિયમોનું પાલન કરીને સુરક્ષિત રીતે કામગીરી પૂર્ણ કરવામાં સહયોગ આપે.