શીલના લાંગડ ગામે રસ્તાના મનદુ:ખે મારામારી : સામસામી ફરીયાદ

શીલના લાંગડ ગામે રસ્તાના મનદુ:ખે મારામારી : સામસામી ફરીયાદ

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.ર૦
શીલના લાંગડ ગામે રસ્તા બાબતના મનદુ:ખે મારામારી થતા સામસામે પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર શીલ પોલીસ મથકે ગીરીશભાઈ રામદેભાઈ મોકરીયાએ માલદેભાઈ અરજણભાઈ ગરેજા, રાજેશભાઈ માલદેભાઈ ગરેજા, દેવાભાઈ અરજણભાઈ ગરેજા, ડાયાભાઈ અરજણભાઈ ગરેજા, વિજયભાઈ દેવાભાઈ ગરેજા, રામભાઈ ડાયાભાઈ ગરેજા, કારીબેન માલદેભાઈ ગરેજા, લાખીબેન ડાયાભાઈ ગરેજા અને મણીબેન દેવાભાઈ ગરેજા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી તથા આરોપીઓ વચ્ચે રસ્તા બાબતનું મનદુ:ખ ચાલતું હોય જેનો ખાર રાખી  ફરિયાદીના ફઇના દીકરાનો દીકરો વિશાલ મોટર સાયકલ લઇને આરોપીઓના ઘર પાસેથી નિકળેલ ત્યારે આરોપીઓએ તેને રોકાવી ત્યાંથી નિકળવાની ના પાડી બાદ આરોપી માલદેભાઈ અને દેવાભાઈએ સાહેદ વિશાલના ઘરે જઇ તેના પિતાજી બાલુભાઇને તેના દિકરા વિશાલના ટાટીયા ભાંગી નાખવાની ગર્ભીત ધમકી આપતા ફરીયાદીતથા સાહેદો આરોપીઓને સમજાવવા જતા આ કામના આરોપીઓએ ગેરકાયદેસર મંડળી બનાવી એકસંપ કરી બોલાચાલી કરી આડેધડ ઢીકાપાટુથી મારામારી ફરીયાદી અને સાહેદોને ઈજાઓ કર્યાની ફરીયાદ નોંધાવેલ જયારે સામાપક્ષે રાજેશકુમાર માલદેભાઈ ગરેજાએ વિશાલ બાલુ વાઢીયા, રવિ બાલુ વાઢીયા, બાલુભાઈ રાજસીભાઈ વાઢીયા, શાંતીબેન બાલુભાઈ વાઢીયા, ગીરીશ રામદે મોકરીયા, જીગનેશ રામદે મોકરીયા, દેવશી લખમણ મોકરીયા, સુમીત દેવશી મોકરીયા, સુમીત દેવશી મોકરીયા, ધર્મિષ્ઠાબેન દેવશીભાઈ મોકરીયા અને હરેશ પરષોતમ મોકરીયા વિરૂધ્ધ નોંધાવેલ ફરીયાદમાં જણાવેલ કે,  ફરિયાદી તથા આરોપીઓ વચ્ચે રસ્તા બાબતનું જુનુ મનદુખ ચાલતુ હોય જેનો ખાર રાખી ફરિયાદીના ઘરે માતાજીના નિવેધ કરવા કુટુંબીજનો ભેગા થયેલ હોય ત્યારે આરોપી વિશાલએ ઇરાદાપુર્વક ફરિયાદીના ઘર પાસેથી ફુલ સ્પીડે મોટર સાઇકલ હંકારી નિકળતા ફરીયાદીના પિતાજીએ તેને મોટર સાઇકલ ધીમે ચલાવવા માટે કહેતા તેમજ તેના પિતા પાસે જઇ સમજાવતા તમામ આરોપીઓ ગેરકાયદે મંડળી બનાવી એકસમાન હુમલો કરવાના ઇરાદાથી એક સાથે આવી ફરિયાદી તથા સાહેદોને જેમ ફાવે તેમ ભુંડીગાળૉ બોલી ધાકધમકી આપી તમામ આરોપીઓએ ફરિયાદીતથા સાહેદો સાથે આડેધડ ઢીકાપાટુથી મારામારી કરી ઈજાઓ કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.