ઉનામાં મોટર સાયકલ ચોરી કરનાર ત્રણ શખ્સો ઝડપાયા - 1 ફરાર
(પ્રતિનિધી દ્વારા)
ઉના તા.15
ઉના પોલીસ સ્ટેશનમા ત્રણ મોટર સાયકલ ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે ગુનાનો ભેદ ઉકેલવા ઉના પ્રાંતના નાયબ પોલીસ અધિક્ષક એમ. એફ. ચૌધરીની સૂચના થી ઉનાના પોલીસ ઇન્સ્પેકટર જે. કે. મોરીના માર્ગ દર્શન હેઠળ સર્વલેન્સ સ્ક્વોડના એ. એસ. આઇ. ભાવેશભાઈ, જોરૂભા નારણ ભાઈ મકવાણા, સુનિલભાઈ કેશવભાઈ બાંભણિયા, અનિલ ભાઈ ભૂપત ભાઈ જાદવ, રાહુલ ભાઈ વિગેરે સ્ટાફ એ સી. સી. ટી. વી. ફૂટેજ અને ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સની મદદ થી તપાસ કરી રહ્યા હતા ત્યારે માહિતી મળી હતી કે સિમર ગામ પાસે બાબલા બાપુના આશ્રમ પાસે બે શંકાસ્પદ લોકો મોટર સાયકલ લઈને ઊભા છે તેથી તુરંત સ્થળ ઉપર જઈ ભરત કાળુભાઈ ચૌહાણ રે. સિમર અને શકીલ હનીફભાઇ સવિર્યા રે. વ્યાજપુર ને રોકાવી મોટર સાયકલના કાગળો જોવા માગેલ પરંતુ હાજર ન હોય સંતોષ કારક જવાબના આપતા બન્નેને ઉના પોલીસ સ્ટેશન લઈ જઈ આગવી પૂછપરછ કરી યુક્તિ પ્રયુક્તિ થી તપાસ કરતા તેમણે મોટર સાયકલ નંબર GJ 32 R 6069 આમોદ્રા ગામની ધોળી વાવ પાસે થી ચોરી કરી હતી. બીજી મોટર સાયકલ GJ 32 F 5535 સિમર ગામ પાસે થી ચોરી કરી હતી અને ત્રીજી મોટર સાયકલ GJ 32 R 6069 ઉના તાલુકાના ખડા ગામે થી ચોરી કરી હતી. તેમજ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના મીઠાપુર ગામે થી GJ 14 AM 5335 ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે આ બે લોકોને તેમજ કાયદાના ઘર્ષણમાં આવેલ સગીર વયના કિશોરને અટક કરી બે મોટર સાયકલ અને બે મોટર સાયકલના સ્પેર પાટસૅ સાથે પકડી પૂછપરછ કરતા આ ચોરીમાં વધુ એક આરોપી કિરીટ બાલુભાઈ સોલંકી રે. નાઠેજ તા. ઉનાનું નામ ખુલતા તેમની સામે પણ ગુનો નોંધી પકડવા તજવીજ શરૂ કરી છે.


