ગાંધીનગર નજીક આવેલા સુપ્રિધ્ધ યાત્રાધામ રૂપાલની શેરીઓમાં ઘીની નદીઓ વહી

રૂપાલમાં માં વરદાયીનીની ઐતિહાસીક પલ્લી ભક્તિભાવ પૂર્વક સંપન્ન  રૂા.ર૦ કરોડથી વધુ કિંમતના બાવન લાખ કિલો શુધ્ધ ઘીનો અભિષેક કરાયો

ગાંધીનગર નજીક આવેલા સુપ્રિધ્ધ યાત્રાધામ રૂપાલની શેરીઓમાં ઘીની નદીઓ વહી

ગાંધીનગર, તા.૨૦
ગાંધીનગર નજીક આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ રૂપાલ ખાતે આસો નવરાત્રિની નોમની રાત્રે જગતજનની મા વરદાયિનીની વિશ્વપ્રસિદ્ધ ઐતિહાસિક પલ્લી ભારે ભક્તિભાવપૂર્વક સંપન્ન થઇ હતી. મધ્યરાત્રિએ ૧૨ વાગ્યા પછી માતાજીના નિજ મંદિર પરિસરમાંથી વિધિવત પૂજા-અર્ચના બાદ પાંચ જ્યોતવાળી દિવ્ય પલ્લીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. માતાજીની આ પલ્લી ગામના નિર્ધારિત ૨૭ ચકલાઓમાં ફરી હતી, જ્યાં દેશ-વિદેશમાંથી આશરે ૧૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટયા હતા. શ્રદ્ધાળુઓએ મનોકામના પૂર્ણ થવાની શ્રદ્ધા સાથે શુદ્ધ દેશી ઘીનો અવિરત અભિષેક કર્યો હતો. અંદાજે ૨૦ કરોડ રૂપિયાથી વધુ કિંમતના બાવન લાખ કિલો ઘીના અભિષેકથી રૂપાલની શેરીઓમાં ઘીની નદીઓ વહેતી હોય તેવા અલૌકિક દૃશ્યો સર્જાયા હતા.