ભારતે છેલ્લા ૬ મહિનામાં ક્રુડની આયાત પાછળ ર૯ અબજ ડોલર વધુ ખર્ચવા પડયા

ભારતે છેલ્લા ૬ મહિનામાં ક્રુડની આયાત પાછળ ર૯ અબજ ડોલર વધુ ખર્ચવા પડયા

નવી દિલ્હી,તા.૨૦: 
નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭નાં પ્રથમ ૬ મહિનામાં ભારતે ક્રૂડ ઓઈલની આયાત પાછળ ૯૦.૬ અબજ ડોલર ખર્ચ કર્યા છે જે ગત વર્ષનાં સમાન સમયગાળાની સરખામણીમાં ૨૯ અબજ ડોલર વધારે છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલનાં ભાવ વધવાને કારણે આયાતનું પ્રમાણ લગભગ સ્થિર રહેવા છતાં ભારતનું ઉર્જા બિલ ખૂબ જ વધી ગયું છે. પેટ્રોલિયમ પ્લાનિગ એન્ડ એનાલિસિસ સેલ (પીપીએસી)નાં આંકડા અનુસાર એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન ક્રૂડ ઓઇલનું આયાત બિલ ગયા વર્ષનાં ૬૧.૯ અબજ ડોલરથી વધીને ૯૦.૬ અબજ ડોલર થઈ ગયું છે. જ્યારે આયાતનું પ્રમાણ ૧ ટકાથી પણ ઓછું વધીને ૧૨.૨૭ કરોડ ટન રહ્યું છે. વાસ્તવમાં ભારતે ક્રૂડ ઓઇલની એટલી માત્રામાં જ આયાત કરી છે પરંતુ પ્રતિ બેરલ માટે ખૂબ જ વધારે કીંમત ચુકવી હતી.