ઈબોલા મહામારીએ કોંગોમાં હાહાકાર મચાવ્યો : ૪,પ૩૬ના મોત
(એજન્સી) કિન્શાસા,તા.૧૯:
આફ્રિકાના ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોમાં ઇબોલાની જીવલેણ મહામારી વધુ ગંભીર બની છે. દેશના રાષ્ટ્રીય જૈવચિકિત્સા સંશોધન સંસ્થાને ટાંકતા રવિવારના અહેવાલ મુજબ મહામારી દેશના આઠમા પ્રાંત સુધી પહોંચી ગઈ છે. ૧૬ ઑક્ટોબર સુધીના સત્તાવાર આંકડા પ્રમાણે દેશમાં ૯,૪૧૫ દર્દીઓ નોંધાયા છે અને ૪,૫૩૬ લોકોનાં મોત થયાં છે. બીજી તરફ કેન્યામાં પણ રવિવારે ઇબોલાના દર્દીની પુષ્ટિ થઈ છે.
મધ્ય આફ્રિકાના કોંગોમાં મે મહિનાથી શરૂ થયેલી ઇબોલાની મહામારી દેશના ઇતિહાસની સૌથી ભયાનક ઇબોલા મહામારી બની છે. સતત વધી રહેલા ચેપ અને મૃત્યુને કારણે આરોગ્ય અધિકારીઓ સમક્ષ ગંભીર પડકાર સર્જાયો છે.


