અમેરીકાએ પાછુ ફેરવી તોળ્યું : ભારતને રશિયન ક્રુડ તેલ ખરીદવાની છુટ માત્ર ૬૦ દિવસની જ છે
(એજન્સી) નવી દિલ્હી તા.૧૯ :
રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદવા પરના ૧૦૦ ટકાના ટેરિફમાંથી ભારત સહિતના પાંચ દેશોને મુક્તિના ૪૮ કલાકમાં જ હવે અમેરિકાનો યુ-ટર્ન આવ્યો છે અને ભારતની મુલાકાતે આવી રહેલા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબીયાએ બહુ સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યુ છે કે, આ છુટછાટ ફકત ૬૦ દિવસ માટે જ છે અને તે બાદ ક્રુડતેલના વૈશ્વિક સ્થિતિ જાેયા બાદ ર્નિણય લેવાશે.
આમ અમેરિકાએ ૧૦૦ ટકા ટેરિફનો ભય હજુ યથાવત જ રાખ્યો છે તો બીજી તરફ માર્કો રૂબીયાએ એ પણ જણાવ્યું કે અમે એ પણ સમજી શકીએ છીએ. ભારત રાતોરાત રશિયન ક્રુડતેલ ખરીદવાને બદલે અન્ય કોઈ દેશ જે અમેરિકી પ્રતિબંધ હેઠળ ન હોય તેવા દેશો પાસેથી ક્રુડતેલ ખરીદી ગોઠવી શકે નહી.
આથી જ આ ૬૦ દિવસનો ગાળો આપ્યો છે. માર્ક રૂબીયો ભારત આવી રહ્યા છે તેઓ મુંબઈ ઉપરાંત જામનગરની રિલાયન્સ રિફાઈનરીની પણ મુલાકાત લઈ રહ્યા છે. રૂબીયો એ એ પણ સંકેત આપ્યો કે આ ૬૦ દિવસના ગાળામાં ક્રુડતેલની વૈશ્વિક માળખા અને અમેરિકી ઈકોનોમી પર શું અસર થાય છે તે પણ અમો જાેઈશું.


