આજે બદ્રીનાથધામના કપાટ બંધ થશે : ચાલુ વર્ષે ૧૬ લાખ શ્રધ્ધાળુઓએ દર્શન કર્યા

આજે બદ્રીનાથધામના કપાટ બંધ થશે : ચાલુ વર્ષે ૧૬ લાખ શ્રધ્ધાળુઓએ દર્શન કર્યા

(એજન્સી)         ચમોલી તા.૨૫
ઉત્તરાખંડના ચમોલીમાં આવેલા બદ્રીનાથ ધામના કપાટ આજે ૨૦૫ દિવસ પછી શિયાળા માટે બપોરે ૨ વાગ્યેને ૫૬ મિનિટે બંધ કરવામાં આવશે. તે સાથે જ ચાર ધામ યાત્રાનું પણ સમાપન થઈ જશે. આ ખાસ અવસર પર મંદિરને ૧૨ ક્વિન્ટલ ગલગોટાના ફૂલોથી શણગારવામાં આવ્યું છે. ગત રાત્રીથી જ શ્રદ્ધાળુઓનું અહીં પહોંચવાનું શરૂ થઈ ગયું છે, અત્યાર સુધીમાં લગભગ ૮ હજાર ભક્તો પહોંચી ચૂક્યા છે. શુક્રવારથી ચાલી રહેલી પંચપૂજાની અંતિમ પ્રક્રિયા પણ આજે સંપન્ન થશે, જેમાં લક્ષ્મીની સહેલીનું રૂપ ધારણ કરીને રાવલ લક્ષ્મી માતાની મૂતિર્ને મંદિરની અંદર બનેલા ગર્ભગૃહમાં નારાયણ ભગવાન સાથે સ્થાપિત કરશે. દેશનું છેલ્લુ ગામ માણામાં તૈયાર કરવામાં આવેલો પવિત્ર ઘૃત કંબલ (ધાબળો) આ પ્રક્રિયાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. આ જ કંબલને ભગવાન બદ્રીવિશાલને ઓઢાડતા જ કપાટ બંધ કરી દેવામાં આવશે. આ કંબલ સદીઓ જૂની પરંપરા છે અને તેને ચીનથી માત્ર ૨૫ કિલોમીટર દૂર આવેલા માણાની કન્યાઓ તૈયાર કરે છે.