યુધ્ધ વધુ ભયાનક બન્યું પરમાણુ તબાહીની નજીક

યુધ્ધ વધુ ભયાનક બન્યું  પરમાણુ તબાહીની નજીક

નવી દિલ્હી, તા.૧૮:
મધ્ય પૂર્વ યુદ્ધ દરેક પસાર થતા દિવસે નિયંત્રણ બહાર જઈ રહ્યું છે. યુદ્ધ એક વળાંક લઈ શકે છે અને પરમાણુ વિનાશ તરફ દોરી શકે છે. સંયુક્ત રાષ્ટ્ર પરમાણુ નિરીક્ષકે આજે જાહેરાત કરી હતી કે ઈરાની અધિકારીઓએ તેને જાણ કરી હતી કે એક અસ્ત્ર (કદાચ મિસાઇલ જેવું હથિયાર) દેશના એકમાત્ર કાર્યરત પરમાણુ પાવર પ્લાન્ટ પર અથડાયો છે. પરમાણુ ક્ષેત્રમાં સહયોગ માટે સંયુક્ત રાષ્ટ્રની સ્વાયત્ત સંસ્થા, આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) ને વૈશ્વિક પરમાણુ નિરીક્ષક તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગને પ્રોત્સાહન આપે છે અને તેના લશ્કરી ઉપયોગને રોકવા માટે વિશ્વભરમાં પરમાણુ સુવિધાઓનું નિરીક્ષણ કરે છે.
IAEA એ જણાવ્યું હતું કે ઈરાને તેને જાણ કરી હતી કે મંગળવારે સાંજે ઈરાનના બુશેહર પરમાણુ પાવર પ્લાન્ટ પર એક પ્રોજેક્ટાઈલ પડ્યું હતું. વિયેના સ્થિત એજન્સીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે પરમાણુ પાવર પ્લાન્ટને કોઈ નુકસાન થયું નથી અને કોઈ કામદાર ઘાયલ થયા નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એજન્સીના વડા રાફેલ ગ્રોસીએ પરમાણુ અકસ્માતના જોખમને ટાળવા માટે સંઘર્ષ દરમિયાન સંયમ રાખવાની તેમની અપીલને પુનરાવતિર્ત કરી હતી.