ટ્રમ્પએ ભારત પર લગાવેલા આરોપ પર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીએ આપ્યો જડબાતોડ જવાબ.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર રશિયા પાસેથી તેલ ખરીદીને યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને મદદ કરવાનો આરોપ લગાવ્યો છે ત્યારે ખુદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીએ જ આ બાબતે અમેરિકાને ચેતવણી આપી છે.
ઝેલેન્સ્કીએ જણાવ્યું છે કે યુરોપના દેશોએ ભારત સાથે સારા સંબંધ કેળવવા જોઈએ અને ભારત સાથે સંઘર્ષમાં ઉતરવાની ભૂલ ન કરવી જોઈએ. ભારત મોટાભાગની બાબતોમાં યુક્રેનની પડખે ઉભું રહ્યું છે બાકી જે કેટલીક ઉર્જા સંબધી સમસ્યાઓ છે એનું નિરાકરણ લાવી શકાય છે.
ઉલ્લેખનીય છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી અમેરિકાના પ્રવાસે છે ત્યારે એમના આ નિવેદનથી વિશ્વભરના દેશોનું ધ્યાન તેમના તરફ ખેચાયું છે.


