અબિનેતા રવિ તેજ અને અભિનેત્રી શ્રીલીલાની ફિલ્મ ‘માસ જથારા’ ટૂંક સમયમાં જ થશે રીલીઝ.
તેલગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના માસ મહારાજા તરીકે ઓળખાતા અભિનેતા રવિ તેજા અને અભિનેત્રી શ્રીલીલાની ફિલ્મ ‘માસ જથારા’ ટૂંક સમયમાં જ રીલીઝ થશે.
આમ તો આ ફિલ્મ 27 ઓગસ્ટ, 2025 ના રોજ રિલીઝ થવાની હતી પરંતુ પોસ્ટ-પ્રોડક્શન વિલંબ અને ઉદ્યોગવ્યાપી હડતાળને લીધે આ થઇ શકે એમ નહોતું આથી નિર્માતા નાગા વામસીએ જણાવ્યું કે તેઓ 2 ઓક્ટોબરના રોજ દશેરાના દિવસે ફિલ્મ રીલીઝ કરવાની તારીખ જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે રવી તેજા તેલગુ ઇન્ડસ્ટ્રીઝના નામી અભિનેતા છે અને તેમને ધમાકા, ક્રેક, ખિલાડી વગેરે જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપીને ચકોના દિલમાં રાજ કર્યું છે.


