૭૫ લાખ મહિલાઓને મળશે મહિલા રોજગાર યોજનાનો પહેલો હપ્તો, યોજનાનો હેતુ-આર્ત્મનિભર અને સશક્ત મહિલા
મુખ્યમંત્રી નીતિશ કુમારની આ પહેલ મહિલાઓેને સશક્ત બનાવવાની સાથે સાથે બિહારના સતત વિકાસને ગતિ આપવાને લઇ એક મહત્વ પૂર્ણ પગલું સાબિત થઇ રહ્યુ છે
(સંપૂર્ણ સમાચાર સેવા) બિહાર,તા.૨૫
૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫નો દિવસ બિહારની મહિલાઓ માટે ઐતિહાસિક દિવસ સાબિત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ ૭૫ લાખ મહિલાઓના બેંક ખાતામાં ૧૦,૦૦૦ રૂપિયાનો પહેલો હપ્તો સીધા પોતાના હાથે ઓનલાઈન મોકલશે.આ ઐતિહાસિક કાર્યક્રમમાં પ્રદેશના મુખ્યમંત્રી નીતિશ કુમાર મુખ્ય અતિથિના રૂપમાં સામેલ થશે. આપને જણાવી દઇએ કે ૭,૫૦૦ કરોડ આ રાશિ ન માત્ર આર્થિક મદદ પરંતુ આર્ત્મનિભરતા અને સમ્માનની નવી શરૂઆત છે. સિલાઇ-ખેતી અથવા પશુપાલન જેવા નાના નાના વ્યવસાયોને આગળ વધારવા માટે શરૂ કરવામાં આવેલી આ પહેલ બિહારની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ બદલવાની સાબિત થઇ શકે છે.
મહિલા રોજગાર યોજનાનો મૂળ ઉદ્દેશ મહિલાઓને આર્ત્મનિભર બનાવવાનો છે, તેમને સ્વરોજગારના અવસરો આપીને. આ પહેલથી માત્ર તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે નહિ, પરંતુ તેઓ પોતાના પરિવાર અને સમાજમાં પણ માન-મર્યાદાવાળું સ્થાન મેળવી શકશે. ખાસ વાત એ છે કે રોજગાર શરૂ કર્યા પછી મહિલાઓને તેમના વ્યવસાયની પ્રગતિના આધાર પર રૂ. ૨ લાખ સુધીની વધારાની નાણાકીય સહાય પણ આપવામાં આવશે. આ પગલું મહિલાઓને દીર્ઘકાલીન મજબૂત આર્થિક આધાર પૂરું પાડવામાં સહાયક સાબિત થશે.
મહિલા રોજગાર યોજનાનો લાભ માત્ર બિહારની સ્થાયી રહેવાસી મહિલાઓ લઈ શકે છે. તેમાં રાજ્યની ગ્રામિણ અને શહેરી બંને વિસ્તારોની મહિલાઓ સામેલ છે. આ યોજનાના અંતર્ગત નાણાકીય સહાય મેળવવા માટે મહિલાઓનું જીવિકા સ્વસહાય જૂથ સાથે જાેડાવું અનિવાર્ય છે. જાે મહિલાઓ હજી સુધી જીવિકા સાથે જાેડાયી નથી, તો તેમના માટે પણ આ અવસર ખુલ્લો છે. તેમને પહેલા સ્વસહાય જૂથની સભ્યતા લેવી પડશે. સભ્ય બનવાની પ્રક્રિયા સરળ રાખવામાં આવી છે.તે માટે નિર્ધારિત અરજીપત્રક ભરવું પડશે અને આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો, નિવાસ પ્રમાણપત્ર જેવા જરૂરી દસ્તાવેજાે જમા કરાવવા પડશે.
મહિલા રોજગાર યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ અને સુલભ બનાવવામાં આવી છે,
જેથી વધુમાં વધુ મહિલાઓ તેનો લાભ લઈ શકે. ગ્રામિણ વિસ્તારમાં રહેનારી મહિલાઓ સીધા પોતાના ગ્રામ સંગઠન અથવા જીવિકા જૂથ મારફતે અરજી કરી શકે છે. ત્યાં જૂથની પ્રતિનિધિ તેમને ફોર્મ ભરવામાં અને દસ્તાવેજાે જમા કરાવવામાં સહાય કરશે. શહેરી વિસ્તારની મહિલાઓ જીવિકા ની અધિકૃત વેબસાઈટ પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી પ્રક્રિયામાં ફોર્મ ભર્યા પછી જરૂરી દસ્તાવેજાેની સ્કેન નકલ અપલોડ કરવી પડશે.


