વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે પ્રખ્યાત ગાયક કલાકાર હિમેશ રેશમિયાએ શ્રીકષ્ટભંજન દેવના દર્શન કર્યા
સાળંગપુર, તા.ર૬
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે ગઈકાલ તા. ૨૫-૦૨-૨૦૨૬ને બુધવારના રોજ પ્રખ્યાત બોલિવૂડ ગાયક અને સંગીતકાર હિમેશ રેશમિયાએ તેમના પરિવાર સાથે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ગાયક કલાકાર હિમેશ રેશમિયાએ પરિવાર સહિત સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે માથું ટેકવીને દાદાના ચરણોમાં પોતાની અતુટ શ્રદ્ધા પ્રગટ કરી હતી. તેઓએ ભક્તિભાવપૂર્વક શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના અલૌકિક દર્શનનો લ્હાવો લીધો હતો અને પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.આ વિશેષ મુલાકાત દરમ્યાન સાળંગપુર મંદિર પ્રશાસન દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. દર્શન પશ્ચાત મંદિરના પૂજારી દ્વારા હિમેશ રેશમિયાને ફૂલહાર પહેરાવીને રૂડા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા.


