સગીરા સાથેના બળાત્કાર તથા પોક્સો સંબંધિત ગંભીર ગુનાના  આરોપી ઓડદર ખાતેથી લઈ જઈ રી-કંન્ટ્રક્શન કરતી પોલીસ

સગીરા સાથેના બળાત્કાર તથા પોક્સો સંબંધિત ગંભીર ગુનાના  આરોપી ઓડદર ખાતેથી લઈ જઈ રી-કંન્ટ્રક્શન કરતી પોલીસ

ગોસા(ઘેડ) તા.૧૦
પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી ફરાર આરોપીઓને ઝડપી પાડવા હાથ ધરાયેલી કામગીરી અંતર્ગત પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચને વધુ એક મહત્વની સફળતા મળી છે. હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા સગીરા સાથેના બળાત્કાર તથા પોક્સો સંબંધિત ગંભીર ગુનામાં ફરાર આરોપીને પોરબંદર એલ સી બી એ ગણતરીના દિવસોમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતેથી ઝડપી પાડી પોરબંદર લાવવામાં આવ્યો છે. અને ગઈ કાલે ઓડદર ગામે લઈ જઈ ઓડદરની પબ્લિક વચ્ચે એલ સી બી ની ટીમે આરોપી નું જાહેરમાં રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.. ત્યારે ઉપસ્થિત જનતાએ એલ સી બી પોલીસ જિંદાબાદ ના નારા લગાવી પોલીસ ની કામગીરી ને બિરદાવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, રમેશ ભીમાભાઈ છેલાણા, ઉંમર આશરે ૪૭ વર્ષ, રહે. ઓડદર ગામ, પોરબંદર, વિરુદ્ધ હાર્બર મરીન પો.સ્ટે. ખાતે ગુનો નં. છ-૧૧૨૧૮૦ ૧૮૨૬૦૪૦૯/૨૦૨૫ હેઠળ IPCની કલમ ૩૭૬(૨) (એફ), ૩૭૬(૨)(એન), ૩૭૬(૨)(જે), ૩૭૬AB, ૪૦૬(૨) તેમજ પોક્સો એક્ટની કલમ ૪, ૬, ૧૦ મુજબ ગુનો નોંધાયો હતો.
આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા IPS તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગિરસિંહ જાડેજા IPSના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ ઈન્સ્પેકટર આર.કે. કાંબરીયાની આગેવાનીમાં પોલીસ ટીમ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી મુંબઈ ખાતે હોવાની માહિતી મળતાં LCB ટીમના એ.એસ.આઈ. ગોવિંદભાઈ મકવાણા, રણજીત સિંહ દયાતર, તથા હેડ કોન્સ. સલીમભાઇ પઠાણ, વિરેન્દ્રસિંહ પરનાર ને તાત્કાલીક મહારાષ્ટ્રના મુંબઇ ખાતે તપાસમાં મોકલતા તેઓ દ્વારા મુંબઈમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસને આરોપી મુંબઈના વસઈ-વિરાર વિસ્તારમાં હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ ટીમે હોટેલ સહિતના સ્થળોએ તપાસ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો.અને પ્રસંશનીય કામગીરી કરી ઝડપાયેલા આરોપીને પોરબંદર લાવી આગળની કાયદેસરની કાર્યવાહી માટે હાર્બર મરીન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આરોપી સામે અગાઉ પણ અનેક ગુનાઓ પોલીસના રેકોર્ડ મુજબ આરોપી રમેશ છેલાણા સામે અગાઉ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૦૯, ૨૦૦૬, ૨૦૦૬ તથા ૨૦૧૨ દરમિયાન વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. જેમાં આઈપીસીની વિવિધ કલમો તેમજ ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુનાઓનો સમાવેશ થાય છે.
આ સમગ્ર કામગીરીમાં પોરબંદર એલ.સી.બી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર આર.કે. કાંબરીયા તથા એએસઆઈ બટુકભાઈ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદ ભાઈ મકવાણા, મુકેશભાઈ માવદીયા, ઉદયભાઈ વરૂ, કુલદીપસિંહ જાડેજા તથા હેડ કોન્સ. સલીમભાઇ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુ ભાઈ મક્કા, લક્ષ્મણભાઈ ઓડેદરા, વિપુલભાઈ ઝાલા, જીતુભાઈ દાસા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા, અજયભાઈ ચૌહાણ તથા ડ્રા. પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ વસાવા સહિતની પોલીસ ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
રમેશ છેલાણા ભાજપનો પ્રાથમિક સભ્ય પણ નથી: જિલ્લા ભાજપનો ખુલાસો
ઓડદર ગામના બળાત્કારી આરોપી અને ૧૭ જેટલા ગુનાઓની હારમાળા સર્જનાર રમેશ છેલાણાને એલ.સી.બી. દ્વારા મુંબઈથી પકડી પાડ્યા બાદ તેને દોરડા બાંધીને ઉઘાડા પગે ફેરવવામાં આવ્યો હતો. જોકે રમેશ છેલાણા ભાજપનો અગ્રણી હોવાની વાત વાયુવેગે વહેતી થઈ હતી ત્યારે જો કે, હવે આ વિવાદ વચ્ચે જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવાએ ખુલાસો કર્યો છેકે, રમેશ છેલાણા ભાજપનો અગ્રણી તો શું, પરંતુ પાર્ટીનો પ્રાથમિક સભ્ય પણ નથી. આ માથાભારે શખ્સ સાથે ભારતીય જનતા પાર્ટીને કોઈ જ નિસ્બત ન હોવાની સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે"‘
ઓડદર ગામે જ્યારે બળાત્કારી રમેશ છેલાણાનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને તેની આગવી સરભરા કરવામાં આવી. ત્યારે આ દ્રશ્ય જોવા એકઠા થયેલા સૌ ગ્રામજનોએ ભારે ઉત્સાહભેર પોરબંદર પોલીસ ઝિંદાબાદ‘ અને પોલીસ ઈન્સ્પેકટર કાંબરિયા ઝિંદાબાદ‘ના ગગનભેદી નારા લગાવ્યા હતા. પોલીસની આ કડક અને ધાકબેસાડતી કામગીરીને પગલે આજે માત્ર ઓડદર ગામમાં જ નહીં, પરંતુ સમગ્ર પોરબંદર જિલ્લાભરમાં પોલીસતંત્રની ભારે વાહવાહી અને પ્રશંસા થઈ રહી છે.
જ્યારથી પોરબંદર જિલ્લામાં પોલીસ વડા તરીકે ભગીરથસિંહ જાડેજાએ ચાર્જ સંભાળ્યો છે અને એલ.સી.બી.માં પોલીસ ઈન્સ્પેકટર આર.કે. કાંબરીયાની નિમણૂક કરવામાં આવી છે,ત્યારથી ચોરી, ખૂન કેસ, કે બહારથી અન્ય રાજ્યોમાં ગુન્હા ખોરી કરી પોરબંદર વિસ્તારમાં આશરો લેનાર ને પણ તેઓના વડપણ હેઠળ અને દિશા સૂચન માર્ગદર્શન તળે પોતાની કાબેલિયત ચુનંદા ટીમેં ગમે તેવા અન ડિટેક્ટ ગુન્હા ડિટેક્ટ કરેલ છે. અને ત્યારથી જિલ્લામાં પોલીસતંત્રે ગુનેગારને ભોં ભેગા કરી દીધા છે અત્યારે અનેક ગેંગોમાં કાયદાનો એવો ભય વ્યાપેલો છેકે તેનાથી ભૂલથી પણ કોઈ ગુનો ન થઈ જાય! પોલીસની કડક કાર્યવાહીના પરિણામે મોટી-મોટી ગેંગના સભ્યો કાં તો સીધા દોર થઈ ગયા છે.
અથવા તો પોરબંદર જિલ્લો છોડી જવાની ફરજ પડી છે. એલ.સ.બી .પોલીસ ઈન્સ્પેકટર આર. કે.કાંબરિયાની નિમણૂક બાદ તેમણે એક અત્યંત મજબૂત ટીમ બનાવી છે, જેનાથી ગુનાઓના ડિટેક્શનની કામગીરી વધુ ઝડપી અને ધારદાર બની છે. કોઈપણ જિલ્લાની પોલીસ કામગીરી ત્યારે જ અસરકારક બને જ્યારે તેની ક્રાઈમ બ્રાન્ચો મજબૂત હોય. પોરબંદરમાં અત્યારે પોલીસે ગુનેગારોમાં જે કાયદાનો ભય ઉભો કર્યો છે. તેનાથી પોરબંદર જિલ્લામાં શાંતિનો માહોલ સર્જાયો છે, પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ ઈન્સ્પેકટર રમેશભાઈ કે. કાંબરિયાની જોડીની પોરબંદર જિલ્લાના સમગ્ર નાગરિકો ખુલ્લા દિલે આવકારીને આ કામગીરીની ભારે પ્રશંસા કરી રહ્યા છે.