ગીર નેચરલ ફાર્મમાં ડાન્સ-દારૂની મહેફીલમાં પોલીસ ત્રાટકી : ૪ મહિલા સહિત ૧૧ની ધરપકડ - ચકચાર
જૂનાગઢ તા.ર૦
સાસણ ગીર નજીક અંબાળા ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડીને ભંગ પાડ્યો હતો. આ દરોડામાં સુરત, મોરબી અને અમદાવાદની યુવતીઓ સહિત કુલ ૧૧ યુવક-યુવતીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી રૂા. ૫૫,૦૦૦નો દારૂનો જથ્થો અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂા. ૧૦.૫૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
મેંદરડા તાલુકાના અંબાળા ગામ પાસે આવેલા ‘ગીર નેચરલ ફાર્મ‘ હાઉસમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાંથી દારૂ પીતા યુવક-યુવતીઓ મળી આવ્યા હતા. પોલીસે ફાર્મ હાઉસના સંચાલક મેહુલ હરદાસભાઈ બારડ સહિત કુલ ૧૧ લોકોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં રાજકોટ અને મોરબીના યુવકોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, સુરત, મોરબી અને અમદાવાદની યુવતીઓ પણ મહેફિલ માણતા ઝડપાઈ હતી. પોલીસ દ્વારા તેમની ઓળખ અને પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ દારૂનો જથ્થો માળીયાહાટીનાના માનસિંગ સિસોદિયાએ પૂરો પાડ્યો હતો. પોલીસે તેની વિરુદ્ધ પણ ફરિયાદ નોંધી છે અને તેને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સ્થળ પરથી દારૂ, વાહનો અને અન્ય સાધનસામગ્રી સહિત કુલ
રૂા. ૧૦.૫૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઘટનાએ ગીરના શાંત વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને મહેફિલમાં સામેલ અન્ય લોકોની માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ દરોડા બાદ સ્થાનિક વિસ્તારમાં દારૂની પ્રવૃત્તિઓ ચલાવતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. દરમ્યાન પકડાયેલાઓમાં (૧) મેહુલ હરદાસભાઇ બારડ રહે.ગીર ખોરાસા તા.માળીયા હાટીના જી.જુનાગઢ હાલ.રહે. ગીર નેચરલ ફાર્મ, અંબાળા ગામ તા. મેંદરડા (૨)મુકેશભાઇ નરશીભાઇ પણસારા રહે.રાજકોટ અંબીકા ટાઉનશીપ હેવન હીલ્સ સી.૩૦૨ (૩) કેવલભાઇ અર્જુનભાઇ ચોવટીયા રહે.રાજકોટ રાજદીપ સોસાયટી બ્લોક નં ૧૪૧ મહુડી (૪) દર્શનભાઇ જગદીશભાઇ છત્રાળા રહે.રાજકોટ નાના મૌવા મેઇન રોડ ગોવાણી છાત્રાલયની પાસે તલશી એપાર્મેન્ટ બ્લોક નં ૪૦૨ (૫) હરીશકુમાર જસવંતભાઇ ભેંસદળીયા રહે. મોરબી રવાપર રેસીડેન્સી તા.જી.મોરબી (૬) મનીષભાઇ જીવણભાઇ રગીયા રહે.ખાનપર ગામ તા.જી.મોરબી (૭) ધવલભાઇ ખીમજીભાઇ ઘોડાસરા રહે.મોરબી અવની ચોકડી પાસે દર્શન ટાઉનશીપ બ્લોક નં ૧૦૨ પહેલા માળે (૮) સીતાબેન વાઓ વીશાલ સાહેબલાલ ગુપ્તા રહે.સુરત આવાસ માનસરોવર સોસાયટી “બી" ગોળાદરા બોમ્બે માર્કેટ ક્લેટ નંબર “બી" ૨૦૬ (૯) આકૃતીબેન ઉર્ફે નિશાબેન વા/ઓ પંકજગીરી જયંતગીરી મેઘનાથી રહે. હાલ મોરબી અમી ચોકદી ભારત નગર -૦૨ મકાન નંબર ૨૭ મળ રહે, અમદાવાદ નરોડા પાટીયા ન્યૂ ઇન્ડીયા કોલોની કેડવણી ધામ સર્કલ પાછળ મકાન નંબર ૧૩૩ (૧૦) નીરાલીબેન વા/ઓ જયેશભાઇ છનાભાઇ સોલંકી રહે. હાલ અમદાવાદ વસ્તા ગણપતી મંદીરની સામે, મુળ અમદાવાદ પુનીત નગર કેડીલા ક્રોસીંગ પાસે હરીકૃષ્ણ પાર્ક સોસાયટી બ્લોક નંબર c-૨૦ (૧૧) મમતાબેન રવીભાઇ મીણા રહે. અમદાવાદ હાથીજણ સર્કલઓમ કોમ્યુનીટી સોસાયટી મકાન નં-૨૦ મુળ રહે. રાજસ્થાન રાજાેલ ગામ તા.જી. ઉદયપુર ઝડપી લીધેલ જયારે માનસીંગભાઇ સીસોદીયા રહે.માળીયા હાજર નહી મળી આવતા પોલીસે તમામ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી છે.


