ભાજપના અચ્છે દિન : ર૦ર૪-રપમાં સૌથી વધુ રૂા.૬૭૬૯ કરોડની આવક થઈ

ભાજપના અચ્છે દિન : ર૦ર૪-રપમાં સૌથી વધુ રૂા.૬૭૬૯ કરોડની આવક થઈ

(એજન્સી)     નવી દિલ્હી તા.૬
એસોસીએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મમ્સ (એડીઆર)એ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે રાષ્ટ્રીય પાર્ટીઓની આવકના આંકડા જાહેર કર્યા છે. જે મુજબ ભાજપની કુલ આવક રૂા.૬૭૬૯ કરોડ રૂપિયા થઈ છે. ૬ રાષ્ટ્રીય પાર્ટીઓની આવકનો ૮૫ ટકા ભાગ એકલા ભાજપ પાસે છે. ભાજપની ઈન્કમ ગત વર્ષની તુલનામાં ૫૫.૯૫ ટકા અને કોંગ્રેસથી લગભગ ૭ ગણી વધુ છે. દેશના ૬ મુખ્ય રાષ્ટ્રીય પક્ષો ભાજપ, કોંગ્રેસ, માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ-એમ) આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, નેશનલ પીપલ્સ પાર્ટીની કુલ આવક ૭૯૬૦ કરોડ રૂપિયા નોંધાઈ છે, જયારે ગત વર્ષની તુલનામાં રાષ્ટ્રીય પક્ષોની કુલ આવકમાં ૪૧.૩૫ ટકાનો વધારો થયો છે.
જયારે કોંગ્રેસની આવક ૨૦૨૩-૨૪માં રૂા.૧૨૩૦.૭૩ કરોડ હતી, જે ૨૦૨૪-૨૫માં ઘટીને રૂા.૯૧૮.૨૯ કરોડ રહી ગઈ હતી. આ ગત વર્ષની તુલનામાં લગભગ ૨૫.૩૯ ટકા ઓછી છે. આપની કમાણીમાં ૭૩.૨૦ ટકાનો વધારો થયો છે. જયારે બીએસપી અને સીપીઆઈએમની આવકમાં વધુ અંતર નથી.