ભારતને ૩૦ દિવસ સુધી રશિયન ક્રુડ તેલ ખરીદવાની અમેરીકાએ મંજુરી આપી

ભારતને ૩૦ દિવસ સુધી રશિયન ક્રુડ તેલ ખરીદવાની અમેરીકાએ મંજુરી આપી

(એજન્સી)                     નવી દિલ્હી તા.૬
ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાનું સંકટ હાલ પૂરતું સમાપ્ત થઈ ગયું છે, કારણ કે ભારતને રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદવાની છૂટ મળી ગઈ છે. અમેરિકી ટ્રેઝરી વિભાગે ભારતીય રિફાઇનરીઓને ૩૦ દિવસનું સ્પેશિયલ લાઇસન્સ આપવાની જાહેરાત કરી છે. આ લાઇસન્સ ૩ એપ્રિલ સુધી માન્ય રહેશે. અમેરિકી ટ્રેઝરી સચિવ સ્કોટ બેસેન્ટે શુક્રવારે જાહેરાત કરી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઊર્જા એજન્ડા હેઠળ આ અસ્થાયી પગલું ભરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ભારત અમેરિકાનો એક આવશ્યક ભાગીદાર છે અને વૈશ્વિક બજારમાં ઓઇલના પુરવઠાને સ્થિર રાખવા માટે આ છૂટ આપવામાં આવી છે. બેસેન્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, "ઈરાન વૈશ્વિક ઊર્જા બજારને બંધક બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ દબાણને ઓછું કરવા માટે અમે ભારતને આ ૩૦ દિવસની છૂટ આપી રહ્યા છીએ.