તેલંગાણાંમાં બસ-ટ્રક વચ્ચે ભયાનક ટક્કર : ર૦ના મોત

તેલંગાણાંમાં બસ-ટ્રક વચ્ચે ભયાનક ટક્કર : ર૦ના મોત

(એજન્સી)          રંગારેડ્ડી તા.૦૩
આજે સવારે તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં હૈદરાબાદ-બીજાપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કપચી ભરેલી એક ડમ્પર તેલંગાણા રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (્ઇ્ઝ્ર)ની બસ સાથે અથડાયું હતું. ન્યૂઝ એજન્સી છદ્ગૈં અનુસાર, આ અકસ્માતમાં બસમાં સવારમાંથી ૨૦ લોકોનાં મોત થયા છે જ્યારે ૨૦ લોકો ઘાયલ થયા છે, જેમાંથી ત્રણની હાલત ગંભીર છે.
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, બસ તંદૂરથી હૈદરાબાદ જઈ રહી હતી. બસમાં ૭૦થી વધુ મુસાફરો હતા, જેમાંથી મોટા ભાગના કોલેજના વિદ્યાર્થીઓ હતા. તેઓ રવિવારની રજા માટે ઘરે ગયા હતા અને કોલેજમાં હાજરી આપવા માટે હૈદરાબાદ પાછા ફરી રહ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે ચેવેલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનપુર ગેટ પાસે રોંગ સાઈડમાંથી આવી રહેલું ડમ્પર સાથે બસ અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બસને ભારે નુકસાન થયું હતું અને ડમ્પર ભરેલી કપચી બસની અંદર રહેલા મુસાફરો પર પડી હતી.