દિલ્હી-એનસીઆરમાં પ્રદુષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું : લોકોને શ્વાસ લેવામાં તકલીફ
(એજન્સી) નવી દિલ્હી તા.૩:
રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં હવાનું પ્રદૂષણ ખતરનાક
સ્તરે પહોંચી ગયું છે. શહેર પર ધુમ્મસની ગાઢ ચાદર છવાઈ જતાં હવા અત્યંત ઝેરી બની છે, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી છે.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ડેટા મુજબ, આજે સવારે ૭ વાગ્યે દિલ્હીનો સરેરાશ એકયુઆઈ (એર ક્વોલિટી ઇન્ડેક્સ) ૩૧૯ નોંધાયો, જે "ખૂબ જ ખરાબ" શ્રેણીમાં આવે છે.
હરિયાણાના ધારુહેરામાં તો એકયુઆઈ ૪૩૪ નોંધાયો, જે "ગંભીર" શ્રેણીમાં આવે છે,
અને તેની સ્થિતિ દિલ્હી કરતાં પણ વધુ ખરાબ છે.


