ખંભાળિયા નજીક બે વાહનો વચ્ચે ટક્કર : એકનું મૃત્યુ

ખંભાળિયા નજીક બે વાહનો વચ્ચે ટક્કર : એકનું મૃત્યુ

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૧૭
ખંભાળિયા નજીકના ધોરીમાર્ગ પર એક મોટરકાર અને એક પીકઅપ વાહન વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિને ઈજાઓ થયાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા - ભાણવડ માર્ગ પર અત્રેથી આશરે ૧૫ કિલોમીટર દૂર ભાણ ખોખરી ગામના પાટીયા નજીક ફોટ ગામ તરફના માર્ગે જી.જે. ૩૭ વી ૦૪૪૬ નંબરના એક પીકઅપ વાહન તથા એક મોટરકારનો કોઈ કારણોસર સામસામે અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર ટક્કરમાં મોટરકારમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી.