ગ્રેટર નોઈડામાં નુડલ્સ ખાધા બાદ આખો પરિવાર ખતમ : એકબીજાને ભેટીને સુતેલા પાંચ મૃતદેહો મળ્યા

ગ્રેટર નોઈડામાં નુડલ્સ ખાધા બાદ આખો પરિવાર ખતમ : એકબીજાને ભેટીને સુતેલા પાંચ મૃતદેહો મળ્યા

(એજન્સી)      નવી દિલ્હી તા.૧૭
ગ્રેટર નોઈડામાંથી ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં ઘરમાં એક જ પરિવારના ૫ાંચ લોકોના મૃતદેહ મળ્યા છે. મૃતકોમાં પતિ-પત્ની અને તેમના ત્રણ સગીર બાળકોનો સમાવેશ થાય છે. પાંચેય મૃતદેહો ઘરમાં પથારીમાં પડેલા મળ્યા હતા. શનિવારે સવારે ઘણો સમય વીતી જવા છતાં પરિવાર ઊંઘમાંથી જાગ્યો નહીં, ત્યારે પાડોશીઓને શંકા ગઈ. તેમને જગાડવા પહોંચ્યા તો દરવાજો અંદરથી બંધ હતો. બારીમાંથી જોયું તો પાંચેય પથારીમાં સૂતેલા દેખાયા. બુમો પાડવા છતાં કોઈ હલચલ થઈ નહીં, ત્યારે પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે દરવાજો તોડીને અંદર ગઈ તો બધા બેભાન પડેલા હતા. ખાટલા પર પિતા પોતાના મોટા પુત્રને વળગી પડ્યા હતા. તેમના મોંમાંથી ફીણ નીકળી રહ્યું હતું. બીજા પલંગ પર માતા પોતાના બાળકો પર હાથ રાખીને સૂતી હતી.
પોલીસ તાત્કાલિક બધાને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં ડૉક્ટરોએ તમામને મૃત જાહેર કર્યા. મૃતકોની ઓળખ મહેશ (૩૭), પત્ની લલિતા (૩૫), પુત્ર લડ્ડુ (૧૧), સાક્ષત (૩) અને પુત્રી મિષ્ટી (૭) તરીકે થઈ છે. આ ઘટના ગ્રેટર નોઈડાના રબૂપુરા કોતવાલી વિસ્તારના નંગલા શ્રીપદમ ગામની છે.