સોમનાથ પંથકમાં વિજતંત્રનું મેગા ડીસકનેકશન ડ્રાઈવનો પ્રારંભ
વેરાવળ ડીવીઝનના સાત સબડીવીઝનોમાં આજે વહેલી સવારથી ૮૦ જેટલી વીજ કર્મચારીઓની ટુકડી ત્રાટકી બાકી વિજ વપરાશના બિલની રકમ વસુલાત અર્થે આજે સાંજ સુધી મેગા ડ્રાઈવ
(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ-પાટણ તા.૧૭
ગીર-સોમનાથ-વેરાવળ ડીવીઝન હસ્તકના સાત સબડીવીઝનોમાં વીજ વપરાશ બાકી બિલ રકમ ન ભરતા ગ્રાહકોના આજે સાંજ સુધી મેગા ડ્રાઈવ ડીસકનેકટ કરી ન ભરનાર વીજ જાેડાણોના વિજ જાેડાણો ડીસકનેકટ થશે. વેરાવળ ડીવીઝનના કાર્યપાલક ઈજનેર જી.બી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ તમામ સબ ડીવીઝનમાં કુલ ૮૦ ટુકડીઓ બોર્ડના તેમજ ખાસ વાહનો રાખી વીજ જાેડાણો સ્થળે જઈ ડીસકનેક્શન કરશે. આ માટે સ્થાનિક તેમજ બહારથી પણ કર્મચારીઓ અને અધિકારીઓ આ વીજબીલ બાકી રકમ વસુલાત ડીસકનેકશન ડ્રાઈવમાં જાેડાયા છે.


