ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન એલ.કે. અડવાણીની તબીયત લથડી
(એજન્સી) નવી દિલ્હી તા.૧૭
ભાજપના વયોવૃદ્ધ નેતા અને પુર્વ ઉપપ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીની તબીયત બગડી ગઈ છે. તેમને ગત સાંજે ૭.૩૦ વાગ્યે એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમને ફેફસામાં સંક્રમણ છે.
હોસ્પિટલમાં તેમની જરૂરી તપાસ ચાલી રહી છે અને તેમની હાલત સ્થિર છે. હોસ્પિટલ પ્રશાસને અડવાણીના સ્વાસ્થ્યને લઈને વિશેષ જાણકારી નથી આપી, ગત મે માસમાં પણ અડવાણીની એપોલો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


