હોસ્પિટલોમાં દર્દીઓની પીડામુક્ત સર્જરીમાં એનેસ્થેટિસ્ટસની ભૂમિકા અત્યંત મહત્વની

સિવિલ હોસ્પિટલ જૂનાગઢમાં એનએસિથેસ્યા વિભાગના વડા ડો. કન્વી વાણીયાના વિભાગની પ્રસંશનીય કામગીરી

હોસ્પિટલોમાં દર્દીઓની પીડામુક્ત સર્જરીમાં એનેસ્થેટિસ્ટસની ભૂમિકા અત્યંત મહત્વની

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૭
વિશ્વ એનેસ્થેસિયા દિવસ (Wrold Anaes thesia Day) નિમિત્તે હોસ્પિટલોમાં દર્દીઓની પીડામુક્ત સર્જરી સુનિશ્ચિત કરવા બદલ એનેસ્થેટિસ્ટ્સ (નિશ્ચેતક નિષ્ણાતો)ની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના મુખ્ય ઓપરેશન થિયેટરોમાં એનએસથેશીયા વિભાગના વડા ડો. કન્વી વાણીયાના વિભાગનું યોગદાન અગ્રણી રહ્યું છે. જટિલ સર્જરીઓ (Majro Cases), નાની સર્જરીઓ(Minro Cases) અને કટોકટીની સ્થિતિઓ(Emergency) દરમિયાન દર્દીઓની સુરક્ષા જાળવી રાખવા પાછળ એનેસ્થેસિયા ટીમ ચોવીસે કલાક કાર્યરત રહે છે. સર્જરી વિભાગ(Surgery): કુલ ૪,૧૫૯ કેસ (૧,૭૦૭ મેજર અને ૨,૪૫૨ માઇનોર સર્જરી) તથા ૪૧૧ ઇમરજન્સી કેસમાં એનેસ્થેસિયા આપવામાં આવ્યું હતું. ઓર્થોપેડિક વિભાગ(Ortho): સૌથી વધુ ૫,૫૧૭ સફળ સર્જરી કેસ (૧,૦૩૧ મેજર અને ૪,૪૮૬ માઇનોર). ઇ.એન.ટી.(ENT) અને ઓપ્થલ(Ophthal) વિભાગ: અનુક્રમે ૫૧૪ અને ૩,૧૮૨ ઓપરેશનો એનેસ્થેસિયાની દેખરેખ હેઠળ સુરક્ષિત રીતે પૂર્ણ કરાયા. કુલ ઓપરેશન થિયેટર કેસ: સમગ્ર વર્ષ દરમિયાન કુલ ૧૩,૩૭૨ આયોજિત સર્જરીઓ અને ૬૨૨ કટોકટીના(Emergency) કેસ નોંધાયા હતા.
‘પેઇન ક્લિનિક‘ દ્વારા ઓપીડી સારવાર
ઓપરેશન થિયેટર ઉપરાંત, ક્રોનિક એટલે કે લાંબા ગાળાના અસહ્ય દુખાવાથી પીડાતા દર્દીઓ માટે પણ એનેસ્થેસિયા વિભાગ આશીર્વાદરૂપ સાબિત થયો છે. ઓપીડી : ૨૯૦ દર્દીઓને દુખાવામાંથી રાહત આપતી પરામર્શ સેવાઓ પૂરી પાડવામાં આવી. પ્રોસિજર : ૫૦ દર્દીઓને વિશેષ બ્લોક અને પેઇન ઇન્જેક્શનની પ્રક્રિયાઓ દ્વારા પીડામુક્ત કરાયા. કુલ સેવાઓ : પેઇન ક્લિનિક દ્વારા કુલ ૩૪૦ દર્દીઓને નવું અને દર્દમુક્ત જીવન પ્રદાન કરવામાં આવ્યું છે.
અદ્રશ્ય હીરો : એનેસ્થેટિસ્ટ્સની અગ્રણી ભૂમિકા
વિશ્વ એનેસ્થેસિયા દિવસ એ માત્ર આધુનિક તબીબી વિજ્ઞાનની આ અદ્ભુત શોધની ઉજવણી નથી, પરંતુ પડદા પાછળ રહીને દર્દીઓનો જીવ બચાવતા એનેસ્થેટિસ્ટ્સનો આભાર માનવાનો દિવસ છે. કોઈપણ હોસ્પિટલની સફળતા અને હજારો જટિલ ઓપરેશનો નિવિર્ઘ્ને પાર પાડવા પાછળ આ નિષ્ણાતો મુખ્ય સ્તંભ સમાન છે. સર્જરી પૂર્વે દર્દીને દર્દમુક્ત કરવાથી લઈને, ઓપરેશન દરમિયાન તેમના હૃદયના ધબકારા અને શ્વાસની દેખરેખ રાખવા સુધીની તમામ જવાબદારી તેઓ ખૂબ જ કુશળતાપૂર્વક નિભાવે છે.