ડીઝલ અને પેટ્રોલ બંધ કરો નહીંતર યૂરો ૬ના ઇમિશન નોર્મ્સ લગાવીશ : નીતિન ગડકરી
નાગપુર, તા.૨૯
મહારાષ્ટ્રના નાગપુરમાં કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ પેટ્રોલ અને ડીઝલના વિકલ્પોને લઈને મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન ગડકરીએ કહ્યું કે, તેઓ ટ્રાન્સપોર્ટ મંત્રી છે અને તેમણે પેટ્રોલ-ડીઝલ પર ર્નિભરતા ઓછી કરવા માટે આકરું વલણ અપનાવ્યું છે.
તેમણે કહ્યું કે, હું ટ્રાન્સપોર્ટ મંત્રી છું. મેં દંડા લગાવ્યા છે. ડીઝલ અને પેટ્રોલ બંધ કરો નહીંતર યૂરો 6ના ઇમિશન નોર્મ્સ લગાવીશ. હવે ટ્રેક્ટર કંપનીઓએ ફ્લેક્સ એન્જિન ટેકનિક પર કામ શરૂ કરી દીધું છે. 100 ટકા ઇથેનોલ અને CNGથી ચાલનારા ફ્લેક્સ એન્જિન ટ્રેક્ટર હવે તૈયાર થઈ ચૂક્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સરકાર વૈકલ્પિક ઇંધણને પ્રોત્સાહન આપવા માટે આર્થિક મદદ પણ આપી રહી છે. આવનારા દિવસોમાં કન્સ્ટ્રકશન ઇક્યૂપમેન્ટ માટે જે લોકો ફાઇનાન્સ કરાવે છે, જાે તેઓ અલ્ટરનેટિવ ફ્યૂલ અને બાયોફ્યુલ વાળા વિકલ્પ પસંદ કરે છે, તો તેમને પાંચ ટકા સબસિડી આપવામાં આવશે.


