૧ જાન્યુઆરીથી અનેક નવા ફેરફારો આવશે : પેન્શન, પગાર, ખર્ચ, બચત પર સીધી અસર થશે

૧ જાન્યુઆરીથી અનેક નવા ફેરફારો આવશે : પેન્શન, પગાર, ખર્ચ, બચત પર સીધી અસર થશે

(એજન્સી)    નવી દિલ્હી, તા.૨૯:
૨૦૨૫નું વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે અને ૨૦૨૬ નજીક આવી રહ્યું છે. નવું વર્ષ નવી આશાઓ અને ફેરફારો સાથે શરૂ થઈ શકે છે. નવું વર્ષ ફક્ત તમારા કેલેન્ડરમાં જ નહીં પરંતુ તમારા જીવનના ઘણા મહત્વપૂર્ણ પાસાઓ, જેમ કે પગાર, ખર્ચ અને બચત પર પણ અસર કરશે. ચાલો જોઈએ કે નવા વર્ષના પહેલા દિવસથી કયા ફેરફારો થઈ શકે છે.
૩૧ ડિસેમ્બર, ૨૦૨૫, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ તારીખ છે, કારણ કે તે દિવસે ૭મા પગાર પંચનો કાર્યકાળ સમાપ્ત થશે. નવું ૮મું પગાર પંચ ૧ જાન્યુઆરી, ૨૦૨૬ થી લાગુ થવાનું છે. પગાર અને પેન્શન પછીથી લાગુ કરવામાં આવશે, પરંતુ અમલીકરણની તારીખ ૧ જાન્યુઆરી હશે.
રિઝર્વ બેંકે ફરજિયાત કર્યું છે કે, ૧ જાન્યુઆરી, ૨૦૨૫ થી, બેંકો અને દ્ગમ્હ્લઝ્રજ એ દર ૧૪ દિવસે ક્રેડિટ બ્યુરોને માહિતી સબમિટ કરવી આવશ્યક છે. આ તમારા ક્રેડિટ સ્કોરમાં સમયસર અપડેટ્સ સુનિતિ કરશે અને નવી લોન મેળવવાનું સરળ બનાવશે.
૧ જાન્યુઆરીથી ન્ઁય્ અને કોમશિર્યલ ગેસ સિલિન્ડરના ભાવ બદલાઈ શકે છે. ઉડ્ડયન ઇંધણના ભાવ પણ બદલાઈ શકે છે, જેની અસર હવાઈ ટિકિટના ભાવ પર પડશે.
હજુ સુધી તમારા પાન કાર્ડને આધાર સાથે લિક કર્યું નથી, તો ૧ જાન્યુઆરીથી બેંકિગ, સરકારી સેવાઓ અને અન્ય વ્યવહારો ઍક્સેસ કરવામાં મુશ્કેલી પડી શકે છે. તમારું પાન કાર્ડ ૧ જાન્યુઆરીથી નિષ્ક્રિય થઈ શકે છે, જેના કારણે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.